લાઈફસ્ટાઇલ

કીચડમાં આળોટીને રોમેન્ટિક બન્યું કપલ, પ્રિ-વેડિંગ શૂટનો એકદમ નવો અંદાજ

કીચડમાં આળોટીને રોમેન્ટિક બન્યું કપલ, પ્રિ-વેડિંગ શૂટનો એકદમ નવો અંદાજ

ફિલિપિન્સના એક કપલે કીચડમાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવીને દરેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ દરમિયાન બંને બહુ જ રોમેન્ટિક દેખાયા હતા. ખેડૂત પરિવાર સાથે જાડાયેલા આ કપલે પ્રકૃતિની નજીક જઈને ફોટોશૂટ કરાવીને એક નવો ચીલો ચાતર્યો હતો અને લોકોએ ખૂબ ગમ્યું છે. લગ્ન પહેલાં પ્રિ-વેડિંગ શૂટ કરવાનું ચલણ વધ્યું છે. પહેલાં રોમેન્ટિક લોકેશન, કિલ્લા કે સુંદર પર્વતો ફોટોશૂટ માટે પસંદ કરવામાં આવતા હતા. ત્યારે હવે લોકો ફોટોશૂટમાં કંઈ કેટલાય અખતરા કરતા હોય છે. અલગ અને અનોખું કરવાના ચક્કરમાં એટલા પ્રયોગો થઈ ચૂક્યાં છે કે, કોઈ વિચારી પણ ના શકે. ક્યારેક કોઈ પ્લે ગ્રાઉન્ડમાં તો ક્યારેક રિક્ષામાં બેસીને ફોટોશૂટ કરાવતા હતા. કેટલીકવાર જીમમાં વર્કઆઉટ કરતા વર-વધૂ ફોટોશૂટ કરાવતા જાવા મળે છે. તેમાં એક અલગ અને અનોખું પ્રિ-વેડિંગ ફોટોશૂટ તમને બતાવવા જઈ રહ્યા છીએ કે જે તમે ક્યારેય જાયું નહીં હોય અને વિચાર્યું પણ નહીં હોય. ફિલિપિન્સના કપલે પ્રિ-વેડિંહ શૂટ માટે કીચડનો કમાલનો ઉપયોગ કર્યો છે. આ દરમિયાન બંને એકદમ રોમેન્ટિક દેખાઈ રહ્યા છે. પ્રકૃતિના ખોળે જઈને ફોટોશૂટ કરવાનો અખતરો લોકોને પસંદ આવ્યો છે. હકીકતમાં આ કપલ ખેડૂત પરિવાર સાથે જાડાયેલું છે, તેથી જીવનની નવી શરૂઆત માટે એક નવી જ રીત પસંદ કરી છે. કીચડમાં આળોટાયેલા કપલને હસતા અને ખુશ થતા રોમેન્ટિક અંદાજમાં જાઈને કોઈપણ આશ્ચર્યચકિત થઈ જાય. બની શકે કે તમારા મગજમાં પ્રશ્ન થાય કે, કીચડમાં આળોટીને આ બંને એવાં તો કેવાં ખુશ છે? તો દોસ્ત તમારું આશ્ચર્ય અમે દૂર કરી દઈએ. હકીકતમાં આ કપલ કીચડમાં ભૂલથી નથી પડ્યું, પરંતુ આ પ્રિ-વેડિંગ શૂટ માટેનો સેટઅપ છે. કીચડમાં એકસાથે જાવા મળતા કપલનું નામ છે જાનસી ગુતિરેજ અને ઇમે બોરિગાના. ફિલિપિન્સનું રહેવાસી આ કપલ હકીકતમાં ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેથી જ તેમને પ્રકૃતિ પ્રત્યે ખૂબ પ્રેમ છે. ત્યારે તો તેમણે જીવનની નવી શરૂઆત માટે જે થીમ વિચારી છે તે પ્રકૃતિની એકદમ નજીકની છે. હરિયાળી પણ અને માટી પણ. કીચડમાં ફોટોશૂટ કરવાનો આ નવો અખતરો લોકોને ખૂબ ગમ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button