બારીપાડા રિસોર્ટ સ્કેમે વહીવટીતંત્રની કામગીરી બાબતે ઉભાં કરાવ્યા અનેક સવાલો

Dang: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ બારીપાડા ગામ ખાતે ગેરકાયદેસર બનાવવામાં આવતો રિસોર્ટ બાબતે જિલ્લાના અધિકારીઓ બેદરકારીને લીધે આટલો મોટો સ્ટ્રકચર ઉભું થયાની સાથે જવાબદાર અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા છે. અધિકારીઓની નિષ્કાળજી બાબતે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
બારીપાડા 73-AA નિયંત્રિત સત્તા પ્રકારની જમીનમાં ફરજ પરના અધિકારીઓને ખુલ્લેઆમ બચાવવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો તેમ લાગી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, આજ દિન સુધી મહેસૂલી ફરજ પરના અધિકારી જેમ કે (1) તલાટી કમ મંત્રી /મહેસૂલી તલાટી (2) સર્કલ ઓફિસર (3) મામલતદાર (4) પ્રાંત અધિકારીએ શામગહાન વઘઈ રસ્તેથી કાયમ પસાર થતાં હોય, આ બાબતથી સારી રીતે વાકેફ હોવા છતાં રિસોર્ટનુ મસમોટું સ્ટ્રક્ચર બની ગયું ત્યાં સુધી જવાબદારો સામે કેમ કોઈ પગલાં લીધા નહી? અને કે કેમ ઉપલા અધિકારીઓને રિપોર્ટ કરવામાં આવ્યો નહીં? તેવી ચર્ચાઓ જિલ્લામાં ચાલી રહી છે. રોજબરોજ અથવા મહિનાના તેમની લેવાની થતી મુલાકાત દરમિયાન ગામ નમૂના નંબર-6 હક્કપત્રક પર શું નોંધ કરવામાં આવી છે. તેમજ તેમની વિઝિટ બુક/ડાયરીમાં શું નોંધ કરવામાં આવી તે ખાસ તપાસનો વિષય બનવા પામ્યો છે.અધિકારીઓની મીલીભગત અને ભ્રષ્ટાચારના કારણે આટલો મોટો પ્રોજેક્ટ નાખવામાં આવ્યો હોય એવું જિલ્લામાં ચર્ચાઓએ જોર પકડયું છે. કારણ આ મહેસુલ અધિકારીઓએ રોજબરોજ આ રેકોર્ડ મેઈન્ટન કરવાની મુખ્ય જવાબદારી હોય છે. જેમાં તેઓ ચૂક થયા છે. આમ આ બાબતે આ ફરજ પરના અધિકારીઓને પણ આ કેસમાં આરોપી બનાવી તપાસ થવી ખૂબ જ જરૂરી છે. જેથી અન્ય રેકોર્ડ સાથે ચેડાં ન થાય. અને થયેલ ભ્રષ્ટાચાર બહાર આવે અને અન્ય ભૂ માફિયા આરામથી બહાર નાસી ન જાય તે અગત્યનું બનવા પામ્યું છે.
બોક્ષ
રિસોર્ટ બાબતે સામગહાન રેન્જના RFO માછી ને પુછપરછ કરતાં તેમને ૧૦,૦૦૦ હજારનો દંડ શામગહાન રેન્જ દ્વારા ફટકારવામાં આવ્યો છે. રેન્જ દ્વારા થતી તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.
બોક્ષ
ગિરીમથક સાપુતારા ના ટળેટી વિસ્તાર માલેગાંવ -સામગહાન-બારીપાડા-ઝાખાના-ગલકુંડ-ચીખલી-અલગ અલગ ગામો માં ગરીબ આદિવાસીઓ ના ગરીબાય નો લાભ લઈ એમની મહા મુલય જમીનો પાણી ના ભાવે લઈ ગેરકાયદેસર મહા હોટલ ઉદ્યોગ-કેમ્પ સાઇટ-ટેન્ટ સાઈટ બનાવી લાખો રૂપિયા બે રોકટોક કમાણી કરી રહ્યા છે આ ઉપરાંત હોટલ ઉદ્યોગ સાથે જુગાર અડ્ડા ક્લબ તથા મનમાડ નાસિક મુંબઈ થી ધંધાર્થી લલના યુવતી ઓ બોલાવી પુરજોર ધંધા ઓ ફુલે ફુલયા છે ત્યા રે ડાંગ વહીવટીતંત્ર આજ બાજુ પણ એક નજર કરી તળેટી વિસ્તાર માં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામો-ગેરકાયદેસર ધંધા ઓ પન બંધ કરાવે આદિવાસી સમાજ માંગ કરી રહ્યો છે