શિનોરના સાધલી મુકામે સરકારી તથા પંચાયતની કરોડોની મિલકત જર્જરીત હાલતમાં

શિનોરના સાધલી મુકામે સરકારી તથા પંચાયતની કરોડોની મિલકત જર્જરીત હાલતમાં
સરકારી જગ્યા પર દબાણો થયા હોવાના કારણે તંત્ર દ્વારા પગલાં નહીં લેવાતા મિલકતો ધૂળ ખાઇ રહી છે
શિનોર તાલુકાના સાધલી મુકામે સરકારી તથા પંચાયતની કરોડો રૂપિયાની મિલકતો જર્જરીત ઉપરાંત સરકારી જગ્યા પર અસંખ્ય દબાણો થયા હોવાના કારણે તંત્ર દ્વારા કોઇ પગલાં ના લેવાતા આ મિલકતો બધી ધૂળ ખાઈ રહી છે, અને સરકાર તથા પંચાયત ઘોર નિંદ્રામાં પોંઢેલી છે.
સાધલી મુકામે અવાખલ રોડ ઉપર આવેલ નર્મદા નિગમના ક્વોટર્સ તદ્દન ભંગાર થયા છે ,અને વર્ષોથી કોઈ રહેતું ના હોવાના કારણે ઉજ્જડ પડ્યા છે, આ જમીન તથા મકાનો ની કિંમત રૂ.બે કરોડ ઉપરાંત થવા જાય છે ,તે જ રીતના કુકસ રોડ પર ટેલીફોન એક્સચેન્જ ની વિશાળ બિલ્ડીંગ તથા જગ્યા પર ગીચ જાડી ઊગી નીકળેલ છે. અને બંધ પડેલ છે આની કિંમત પણ રૂપિયા દોઢ કરોડ થવા જાય છે .તેની સામે જાહેર બનાવેલા સૌચાલય લાખો રૂપિયાના બિન ઉપયોગી થઈને પડ્યા છે .તેરસા રોડની સામે વિશાળ સરકારી જગ્યા ઉપર બિન અધિકૃત ઝુંપડા બની ગયા છે અને લાખો રૂપિયાની સરકારી જમીન પર દબાણ કરેલ છે, તળાવની પાળ ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ પંચાયતની રહેમ નજર હેઠળ બિન અધિકૃત રીતે ખાણીપીણી તથા વેપાર ધંધાની લારીઓ તથા ગોડાઉનનો ઊભા થઈ ગયા છે,જેની કિંમત કરોડો રૂપિયા થાય છે ,મુખ્ય બજારમાં પણ પોલીસ સ્ટેશનની જગ્યા તથા જુના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જગ્યા કરોડો રૂપિયાની થયેલ છે, તે હાલ કંડમ થયેલ છે અને બિન ઉપયોગી છે, વિશાળ પતરાનો શેડ મારીને બનાવેલ સરકારી જગ્યા ઉપર કેબીનો પંચાયતની નજર હેઠળ હોવા છતાં ભારે દબાણ કરેલા છે ,આ જગ્યાની કિંમત પણ કરોડો રૂપિયા થવા જાય છે. શિનોર રોડ પર જિલ્લા પંચાયતનો સ્ટોર રૂમ લાખો રૂપિયાનો કંડમ પડ્યો છે. પંચાયત દ્વારા બનાવેલ મુતરડીઓ પરવડી પાસે તથા શિનોર રોડ પર મુતરડીમાં કાંટા નાખીને બંધ કરી દેવામાં આવેલ છે . આમ સાધલી મુકામે કરોડો રૂપિયાની સરકારી મિલકતો ધૂળ ખાઈ રહીહોવા છતાં સરકાર કે પંચાયતના પેટનું પાણી હાલતું નથી, તેથી લોકોમાં શંકા કુશંકા વ્યાપેલ છે.