પ્રાદેશિક સમાચાર
લ્યો બોલો સુરતના મજુરા ગેટથી રિંગ રોડ વચ્ચે એક કિમીનો ટ્રાફિક, 5 મિનિટ નીકળી જવાતું ત્યાંથી 20 મિનિટે રસ્તો પાર થાય
સુરત: શહેરમાં ઠેર ઠેર બેરીકેટ લગાવીને મેટ્રોની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે લોકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડી રહ્યો છે. આજે મજુરા ગેટથી રિંગરોડ સુધી એક કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. જે રસ્તો ચાર મિનિટમાં પસાર કરી શકાય ત્યાં 15થી 20 મિનિટનો ટાઈમ લાગી રહ્યો છે
મજુરા ગેટથી રીંગરોડ પહોંચવામાં સામાન્ય દિવસોમાં ચારથી પાંચ મિનિટનો સમય લાગે છે. જોકે આ મેટ્રોની કામગીરીને કારણે અડધાથી વધુ રસ્તા પર બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે. જેના કારણે રસ્તો નાનો થઈ જતા ટ્રાફિકજામ સર્જાઇ રહ્યો છે. આ ચારથી પાંચ મિનિટમાં પસાર કરાતો રસ્તો હાલ 15થી 20 મિનિટમાં પસાર કરવો પડી રહ્યો છે.