રાજનીતિ

અટલજી કરતાં મોદીની પ્રસિધ્ધિ વધારે- હર્ષવર્ધન

સુરત પૂર્વ કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું- અગાઉની સરકાર જેટલી મોંઘવારી અત્યારે નથી, વિશ્વભરમાં મોદીની પ્રસિધ્ધિ વિવેકાનંદ સમકક્ષ

મોદી સરકારના નવ વર્ષના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યોને લઈને સુરત ભાજપ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને દિલ્હીના સાંસદ ડો. હર્ષવર્ધન અને બિહારના ધારાસભ્ય સંજય સરાઉગી ઉપસ્થિત રહ્યા હતા. હર્ષવર્ધને જણાવ્યું હતું કે દેશમાં હાલ જે મોંઘવારી છે તે અગાઉની સરકાર કરતા ઓછી છે જો કે સમયની સાથે ચીજ વસ્તુઓના ભાવ વધ્યા છે તેમ જણાવતા ઉમેર્યું કે વિશ્વભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસિધ્ધિ વિવેકાનંદ અને ગાંધીજી જેટલી છે.

અટલજી કરતાં મોદીની પ્રસિધ્ધિ વધારે- હર્ષવર્ધન
કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના નવ વર્ષ પૂરા થતા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમાં પણ ખાસ વિશેષ જન સંપર્ક અભિયાન અને તેમની સાથે વિવિધ કાર્યક્રમોની સાથે એક વિશાળ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવશે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને દિલ્હીના સાંસદ ડોક્ટર હર્ષવર્ધન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 9 વર્ષમાં ગરીબ કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં આવી છે. તે બાબતે તેમને વાતચીત કરી હતી. આ ઉપરાંત અગાઉની સરકાર અને વર્તમાન ભાજપ સરકારના કાર્યો બાબતે પણ તેમને મીડિયા અને સંબોધન કર્યું હતું. દિલ્હીના સાંસદ ડો. હર્ષવર્ધન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, અટલ બિહારી વાજપાઈ કરતા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસિદ્ધિ વધારે છે.

મોંઘવારીને કાબુમાં ગણાવી
ઉપરાંત સાંસદ ડો. હર્ષવર્ધનને દેશમાં છેલ્લા નવ વર્ષમાં વધી રહેલી મોંઘવારી બાબતે સવાલ કરતા તેમને ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, દેશમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને અન્ય દેશોની ઇકોનોમી કરતા ભારતની ઇકોનોમી સતત આગળ વધી રહી છે. મહત્વની વાત છે કે, વર્તમાન સમયમાં મોંઘવારી ખૂબ જ વધી છે. 2014માં 1300 રૂપિયાના ભાવે મળતું સિંગતેલ આજે 2800ના ભાવે મળી રહ્યું છે. આ ઉપરાંત 450ના ભાવે મળતુંગેસ સિલિન્ડર આજે 1000 કરતા પણ વધુ કિંમતે મળી રહ્યો છે. અગાઉ ગેસ સિલિન્ડર પર ગરીબોને સબસીડી પણ આપવામાં આવતી હતી પરંતુ હવે આ સબસીડી પણ આપવામાં આવતી નથી એટલે આ તમામ બાબતો પર જ્યારે સાંસદ ડોક્ટર હર્ષવર્ધનને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમને એક જ વાત કહી કે, દેશ વિકાસ કરી રહ્યો છે અને દેશમાં ઘણા કાર્યો થઈ રહ્યા છે અને અન્ય દેશોની તુલનામાં ભારત આગળ વધી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button