સ્પોર્ટ્સ

રવિચંદ્રન અશ્વિને કદાચ સતત અપમાનના કારણે નિવૃત્તિ લીધી !

રવિચંદ્રન અશ્વિને કદાચ સતત અપમાનના કારણે નિવૃત્તિ લીધી !
ઓસ્ટ્રેલિયા સામેની ગાબા ટેસ્ટ મેચ સમાપ્ત થતાની સાથે જ આર. અÂશ્વને આંતરરાષ્ટÙીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેણે અચાનક સીરિઝ વચ્ચે લીધેલી નિવૃત્તિ અંગે અનેક અટકળો ચાલી રહી છે. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, અÂશ્વનના પિતા રવિચંદ્રને દાવો કર્યો છે કે અÂશ્વનને ભારતીય ટીમમાં અપમાનિત કરવામાં આવ્યો હતો. તેથી કરીને તેણે અચાનક નિવૃત્તિ લઈ લીધી છે. અÂશ્વનના પિતાએ જણાવ્યું હતું કે, ભારતીય ટીમમાં મારા પુત્રનું સતત અપમાન થઈ રહ્યું હતું. જેના કારણે તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસની વચ્ચે જ નિવૃત્તિ લઈ લીધી હતી. હું પણ મારા પુત્રના અચાનક નિવૃત્તિના નિર્ણયથી ચોંકી ગયો હતો.
વધુમાં અÂશ્વનના પિતાએ જણાવ્યું હતું કે, ‘મને પણ છેલ્લી ઘડીએ નિવૃત્તિ વિશે ખબર પડી હતી. મને ખબર નથી કે તેના મનમાં શું ચાલી રહ્યું હતું. તેણે જે રીતે નિવૃત્તિ લીધી છે તેનાથી હું ખુશ છું અને ખુશ નથી પણ, કારણ કે તેણે હજુ પણ રમવાનું ચાલુ રાખવું જાઈતું હતું. નિવૃત્તિ લેવી એ અÂશ્વનનો નિર્ણય હતો અને હું તેમાં દખલ કરીશ નહી. પરંતુ તેણે જે રીતે નિવૃત્તિ લીધી છે તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. માત્ર અÂશ્વન જ જાણે છે કે નિવૃત્તિ પાછળનું શું કારણ છે? શક્ય છે કે અપમાન તેનું કારણ હોઈ શકે.’
ભારતીય ટીમમાં અÂશ્વનના અપમાનને લઈને તેના પિતાએ કહ્યું હતું કે, ‘અÂશ્વનની નિવૃત્તિ અમારા માટે ભાવનાત્મક ક્ષણ છે. કારણ કે તે ૧૪-૧૫ વર્ષ સુધી રમ્યો હતો અને તેની અચાનક નિવૃત્તિએ અમને ઝટકો આપ્યો હતો. અમને લાગે છે કે તેનું સતત અપમાન થઈ રહ્યું હતું. તે ક્યાં સુધી પોતાનું અપમાન સહન કરી શકે તેથી તેણે નિવૃતિ લેવાનો નિર્ણય લીધો હશે.’
હાલમાં ક્રિકેટ જગતમાં અÂશ્વન ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ બોલર હતો. તે લાંબા સમયથી વિશ્વનો નંબર ૧ ટેસ્ટ બોલર રહ્યા હતો, તેમ છતાં તેને ભારતીય ટીમમાં તે સન્માન નથી મળ્યું જેનો તે હકદાર હતો. અÂશ્વને બંને વર્લ્ડ ટેસ્ટ ચેÂમ્પયનશીપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ છેલ્લી ફાઈનલ મેચમાં આ તેને ટીમથી બહાર રખાયો હતો. આ મુદ્દો પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ ઉઠાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, જા તમે વિશ્વના નંબર ૧ બેટરને પ્લેઈંગ ઈલેવનમાં રાખો છો તો દુનિયાનો નંબર ૧ ટેસ્ટ બોલર કેમ ટીમથી બહાર બેઠો છે? તેવી જ રીતે વર્તમાનમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પણ અÂશ્વનને પર્થ ટેસ્ટમાં તક આપવામાં આવી ન હતી. તે એડિલેડમાં રમ્યો હતો. પરંતુ ત્રીજી ટેસ્ટમાં તેને ફરીથી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
preload imagepreload image