અદાણી ટોટાલ ગેસએ નાણા વર્ષ-૨૪ના ત્રીજા ક્વાર્ટર અને નવ માસના પરિણામો જાહેર કર્યા

અદાણી ટોટાલ ગેસએ નાણા વર્ષ-૨૪ના ત્રીજા ક્વાર્ટર અને નવ માસના પરિણામો જાહેર કર્યા
વાર્ષિક ધોરણે સરેરાશ વોલ્યુમ ક્વાર્ટર-૩માં ૨૧% અને નવ માસમાં ૧૩%
આ ગાળામાં વાર્ષિક CNG વોલ્યુમ અનુક્રમે ૨૪% અને ૨૧% ઉંચુ રહયું
અદાણી ટોટાલ ગેસ લિ.એ ૫૦૦ CNG સ્ટેશનનો આંક વટાવ્યો
ઘરેલુ PNG જોડાણ વધીને ૭.૭૯ લાખ
ત્રીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે EBITDA ૨૬% વધી – રુ.૩૦૧ કરોડ
EV ચાર્જીંગ પોઇન્ટ્સ ૧૦ રાજ્યોના ૪૬ શહેરોમાં વિસ્તર્યા
નાણાકીય વર્ષ-૨૪ના નવ માસ દરમિયાન એકીકૃત કામકાજની રુપરેખા:
નાણાકીય વર્ષ-૨૪ના નવ માસ દરમિયાન એકીકૃત નાણાકીય કામકાજ:
નાણાકીય વર્ષ-૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે એકીકૃત નાણાકીય કામકાજની ગતીવિધી:
નાણાકીય વર્ષ-૨૪ના નવ માસના ગાળામાં એકીકૃત કર બાદનો નફો( PAT) : એકીકૃત કર બાદનો નફો ૧૧% વધી રુ.૫૦૦ કરોડ નાણાકીય વર્ષ-૨૪ના નવ માસના ગાળામાં પાન ઇંડીયા ફુટપ્રિન્ટ (IOAGPL સાથે સંયુક્ત સાહસ):
Key Business updates અદાણી ટોટાલએનર્જીસ ઇ-મોબીલિટી લિમિટેડ (ATEL)
અદાણી ટોટાલએનર્જીસ બોયોમાસ લિમિટેડ (ATBL)
ટ્રાન્સપોર્ટ અને માઇનિંગ માટે LNG (LTM)
|
અમદાવાદ, 30મી જાન્યુઆરી ૨૦૨૪: ભારતની અગ્રણી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટોટાલ ગેસ લિ. (“ATGL”) એ ૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પૂરા થયેલા નવ મહિના અને ત્રિમાસિક ગાળા દરમિયાનના તેના કામકાજ અને નાણાકીય ગતિવિધીની આજે જાહેરાત કરી હતી.
અદાણી ટોટાલએનર્જીસના એક્ઝીકયુટીવ ડિરેક્ટર અને સી.ઇ.ઓ. શ્રી સુરેશ પી.મંગલાણીએ જણાવ્યું હતું કે “CGD ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ સાથે ટ્રાન્સપોોર્ટઅને માઇનિંગ માટે ઇ-મોબિલિટી, બાયોમાસ અને એલએનજીના ક્ષેત્રોમાં રહેલી તકો ઝડપવા સાથે નાણાકીય વર્ષ-૨૪ના નવ માસ દરમિયાન વોલ્યુમમાં ૧૩ ટકાનો ડબલ ડીજીટ ફરી એક વાર પ્રદાન કર્યો છે. કાર્યક્ષમ ગેસ સોર્સિંગ અને ઓપેક્સ પર ‘નજર’ સાથે વોલ્યુમમાં વધારો થવાને કારણે વાર્ષિક ધોરણે આ ગાળામાં EBIDTAમાં ૨૦%નો વધારો થયો છે અમારા તમામ ભૌગોલિક વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને ઝડપથી આગળ વધારીને PNG અને CNGના સ્વરૂપમાં કુદરતી ગેસની સરળ ઍક્સેસ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની કંપનીની હાલની પ્રાથમિકતા છે.એમ જણાવી તેમણે કહ્યું હતું “અમારા ગ્રાહક કેન્દ્રિત અભિગમ સાથે, ઈ-મોબિલિટી અને બાયોમાસ (CBG) સિવાય હવે અમે ટ્રાન્સપોર્ટ અને માઇનિંગ માટે પણ એલએનજી શરૂ કરી રહ્યા છીએ ATGL વિવિધ એકમો માટે ડીકાર્બોનાઇઝિંગ સોલ્યુશન્સ પ્રદાન કરશે અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ કરશે. અમારી વ્યૂહરચના અમારા તમામ ગ્રાહકોને ક્લીનર એનર્જી ઇંધણની વિશાળ શ્રેણી ઓફર કરવાની રહેશે.”
નાણાકીય અને કામકાજની એકીકૃત રુપરેખા:
Particulars | UoM | 9M FY24 | 9M FY23 | % Change YoY |
Q3 FY24 | Q3 FY23 | % Change YoY |
Operational Performance | |||||||
Sales Volume | MMSCM | 633 | 560 | 13% | 224 | 186 | 21% |
CNG Sales | MMSCM | 408 | 338 | 21% | 144 | 116 | 24% |
PNG Sales | MMSCM | 225 | 222 | 1% | 80 | 70 | 15% |
Financial Performance | |||||||
Revenue from Operations | INR Cr | 3,556 | 3,486 | 2% | 1,243 | 1,186 | 5% |
Cost of Natural Gas | Rs Cr | 2,391 | 2,501 | -4% | 824 | 856 | -4% |
Gross Profit | Rs Cr | 1,165 | 985 | 18% | 419 | 329 | 27% |
EBITDA | INR Cr | 846 | 702 | 20% | 301 | 238 | 26% |
Profit Before Tax | INR Cr | 655 | 574 | 14% | 231 | 201 | 15% |
Profit After Tax | INR Cr | 488 | 426 | 15% | 172 | 148 | 16% |
વાર્ષિક ધોરણે નાણાકીય વર્ષ-૨૪ના પરીણામોનો વૃતાંત
- સીએનજી સ્ટેશનોના નેટવર્ક વિસ્તરણ સાથે સીએનજીના ભાવમાં ઘટાડો થવાને કારણે સીએનજી વોલ્યુમમાં વાર્ષિક ધોરણે ૨૧%નો વધારો થયો છે.
- PNG ઔદ્યોગિક વોલ્યુમમાં રીકવરી અને ઘરેલું અને વાણિજ્યક નવા PNG કનેક્શનના ઉમેરા સાથે, PNG વોલ્યુમ ૧% વધ્યું છે.
- વાર્ષિક ધોરણે એકંદર વોલ્યુમમાં ૧૩%નો વધારો થયો હોવા છતાં ગેસની કિંમત ખાસ કરીને APM ગેસમાં ઘટાડો થવાને કારણે કામગીરીમાંથી આવક ૨% વધી છે ATGL એ APM ગેસના ભાવમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને આપ્યો હતો જેના પરિણામે વેચાણ કિંમત નીચી રહી હતી.
- વાર્ષિક ધોરણે ઉચ્ચ વોલ્યુમ અને સંતુલિત ભાવ વ્યૂહરચનાને કારણે EBITDAમાં ૨૦% નો વધારો થયો છે.
એવોર્ડઝ
-
- CII દ્વારા કમિટેડ કેટેગરી ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ (CAP) 2.0 એવોર્ડ ATGLને ક્લાઈમેટ ચેન્જમાં કરેલી પહેલ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે એનાયત કરવામાં આવ્યો છે.
- ATGL એ તેની HR શ્રેષ્ઠ પ્રેક્ટિસ માટે “ગોલ્ડન પીકોક એવોર્ડ ફોર HR એક્સેલન્સ” એવોર્ડ 2023 પ્રાપ્ત કર્યો છે.