ગુજરાત

આપણા માટે શરમજનક વાત છે કે ગુજરાતમા ૫૭૦૪૦૫ બાળકો કુપોષણનો શિકાર છે

આપણા માટે શરમજનક વાત છે કે ગુજરાતમા ૫૭૦૪૦૫ બાળકો કુપોષણનો શિકાર છે

આપણો  ગુજરાત વિકસિત છે.પ્રગતિના પંથે છે.એમ ખાલી ખાલી વાતો કરીએ છીએ વાસ્તવિકતા અલગ છે.છેલ્લા ૫ વરસમાં કુપોષણની સંખ્યામા અધ્ધ ૪૮૩ ટકાનો વધારો થયો છે

વરસ ૨૦૧૮મા કુપોષિત બાળકોની સંખ્યા ૧.૧૮ લાખ હતી જે ૨૦૨૩ મા વધીને ૫.૭૦ લાખ થઈ ગઇ છે કુપોષણનો આંકડો ૨૦૧૮ મા ૧ ૧૮ ૦૪૧ હતો જે ૨૦૨૩મા વધીને ૫ ૭૦ ૩૦૫ થયો છે એટલે કે આ પાંચ વરસમાં ૪૮૩ ટકાનો વધારો થયો છે.ગુજરાતની મેગા સીટી કહેવાતા અમદાવાદમા કુપોષણનો આંકડો સૌથી વધુ ૫૬ ૯૪૧ નો છે

આ આંકડા ખુદ સરકારે રાજ્યની વિધાનસભામા આપ્યા છે.ખરા આંકડા આનાથી ડબલ હોય શકે છે.

આ આંકડાથી શરમાવાને બદલે આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે ઝીરો ફિગર મેળવવાને કારણે કુપોષણ વધ્યું છે

ગુજરાતના ૩૩ જિલ્લામાંથી ૨૯ જિલ્લાના બાળકો કુપોષિત છે

શિવસેનાના ધારાસભ્ય સંતોષ બાંગરેએ વિચિત્ર વાત કરી છે તેમને બાળકોને ધમકાવતા કહ્યું છે કે જો તમારા માતાપિતા મને વોટ ના આપે તો બાળકોએ ઘરમાં જમવાનું બઁધ કરી દેવું જોઈએ

સરકારી આંકડા મુજબ ગુજરાતમા સોરી આપણા વિકસિત ગુજરાતમા આશરે સાડા પાંચ લાખ બાળકો કુપોષિત.એક લાખથી વધુ બાળકો ઓછું વજન ધરાવે છે

સંવેદનશીલ સરકાર ડબલ એન્જીન સરકાર ગતીશીલ ગુજરાત મફત ગેસના બાટલા શાળાઓમાં મધ્યાન ભોજન યોજના રેશન કાર્ડ પર દર મહિને મફત અનાજ

અને ૨૫ ૨૫ વરસથી ભાજપ સત્તામા હોવા છતાં આમ કેમ થાય છે?

બાળકોને શાળામા મધ્યાન ભોજન યોજનામા પૌષ્ટિક ખોરાક અપાતો નથી મફત અનાજ યોજનામા સસ્તા અનાજની દુકાનવાલા ઘાલમેલ કરે છે સરકારી યોજનાનો લાભ છેવટના વંચિત ગરીબ લોકો સુધી પહોંચતો નથી

સરકારે ગુજરાતના ભાવિ નાગરિકોના સ્વાસ્થ્ય માટે સજાગ બનવું પડશે જેમને જરૂર છે એમના સુધી પહોંચવું પડશે દર મહિને નિરીક્ષણ કરવું પડશે નહી તો આવનાર બે ચાર વરસમાં કુપોષણનો આંકડો દસ લાખને વટાવી જશે

અબ્બાસભાઈ કૌકાવાલા

સુરત

૯૩૭૬૯ ૮૧૪૨૭

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button