ગુજરાત સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ઉધના ખાતે રમત-ગમત સ્પર્ધાઓ યોજાઈ

ગુજરાત સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ઉધના ખાતે રમત-ગમત સ્પર્ધાઓ યોજાઈ
સુરત : તા.૧લી મે- ‘ગુજરાત સ્થાપના દિન’ની ઉજવણીના ભાગરૂપે સનરાઈઝ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાન-ઉધના દ્વારા ગોળા ફેંક, ભાલા ફેંક, ૧૬૦૦ મીટર દોડ જેવી રમત-ગમત સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં આર્મી અને પોલીસ ભરતીની તૈયારી કરનાર યુવક-યુવતીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
સનરાઈઝ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાનના સ્થાપકશ્રી પ્રદિપભાઈ શિરસાઠ, બી.એસ.એફ.માંથી નિવૃત્તશ્રી શિવરાજભાઈ સાવાળે, શ્રી કૌશલ બાગળે દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નગરસેવક ડો.બળવંત પટેલ, સોમનાથ મરાઠે, પૂર્વ નગરસેવક સુરેશ કણસાગરા, શ્રીમતી માયાબેન બારડ, હરીશ પાટીલ, ઉલ્હાસ માળી, આશિષ સુર્યવંશી, ચેતન અવકાળે, રાવસાહેબ ગિરાસે, દિનેશ પાટીલ, વિષ્ણુ બારડ, સંતોષ પાટીલ, ચંદ્રકાન્ત ક્ષિરસાગર, વિજય મહાજન, ભરત ચૌધરી અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.