Uncategorized

ગુજરાત સ્થાપના દિને ધરમપુરની પ્રજાને ભેટ, પાંચ નવી નક્કોર એસટી બસોનું લોકાર્પણ

ગુજરાત સ્થાપના દિને ધરમપુરની પ્રજાને ભેટ, પાંચ નવી નક્કોર એસટી બસોનું લોકાર્પણ
ગ્રામ્ય વિસ્તારના લોકોને વાહન વ્યવ્હાર માટે સરળતા પડશે, રાત્રિ રોકાણ પણ ગામમાં જ કરશે
વલસાડ : ધરમપુર એસટી ડેપો ખાતે તા.૦૧ મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે તાલુકાના અંતરિયાળ ગામડાના લોકોને વાહન વ્યવહારની સુવિધા મળી રહે તેવા શુભ આશય સાથે ભેટ સ્વરૂપે (૧) માની નાઈટ (૨) ચવરા નાઈટ (૩)તણસીયા નાઈટ (૪) પાંચવેરા નાઈટ અને (૫) કોસબાડી નાઈટ માટે મીડી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધરમપુરના ડેપો મેનેજર ભૂમિકાબેન પટેલે જણાવ્યું કે, અત્યાર સુધી આ ગામડાઓમાં બસો દોડતી હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા નવી નક્કોર મીડી બસ ફાળવવામાં આવી છે. જેના થકી અંતરિયાળ ગામડાના લોકોને ઝડપી વાહન વ્યવહાર માટે સુગમતા પડશે. આ મીડી બસ ગામડાના સાંકડા રસ્તા પરથી પણ સરળતાથી પસાર થઈ શકશે. આ પાંચેય બસ દિવસ દરમિયાન તો આ ગામડાઓના શિડ્યુલ પ્રમાણે દોડશે પણ રાત્રિ રોકાણ પણ જે તે ગામમાં કરશે. જેથી ગ્રામજનોને વાહન વ્યવહાર માટે ખાનગી વાહનો પર આધાર રાખવો પડશે નહીં.
આ લોકાર્પણ પ્રસંગે ડો. હેમતભાઇ પટેલ, ધરમપુર તાલુકા પંચાયતના મહામંત્રી ધનેશભાઇ ચૌધરી, તાલુકા પંચાયતના સદસ્ય સર્વશ્રી હરીભાઈ, શિવજીભાઈ, કાતિભાઈ, વિજયભાઇ, રમણભાઇ, મોતીભાઈ, ખાનસિંહભાઈ અને સરપંચ મોહનભાઇ સાથે વિભાગીય પરિવહન અધિકારી સ્નેહલ પટેલની ઉપસ્થિતિમાં ધરમપુરના ડેપો મેનેજર ભૂમિકાબેન પટેલ દ્વારા મુસાફર જનતાની સેવામાં બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button