સોનામાં રૂ.209ની નરમાઈ, ચાંદીમાં રૂ.655ની તેજી

સોનામાં રૂ.209ની નરમાઈ, ચાંદીમાં રૂ.655ની તેજી
ક્રૂડ તેલના વાયદામાં રૂ.23નો ઘટાડોઃ નેચરલ ગેસ, કપાસિયા વોશ તેલ, મેન્થા તેલના વાયદાં સુધારોઃ કોટન-ખાંડી વાયદો રૂ.370 વધ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.10413.16 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.80681.34 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.5933.67 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.91098.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10413.16 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.80681.34 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 18550 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1115.53 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.5933.67 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.76399ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.76580 અને નીચામાં રૂ.76156ના મથાળે અથડાઈ, રૂ.76420ના આગલા બંધ સામે રૂ.209 ઘટી રૂ.76211ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.209 ઘટી રૂ.61238ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.33 ઘટી રૂ.7608ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.228 ઘટી રૂ.75558ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.88800ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.89456 અને નીચામાં રૂ.88700ના સ્તરને સ્પર્શી, રૂ.88392ના આગલા બંધ સામે રૂ.655 વધી રૂ.89047ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.627 વધી રૂ.89075ના ભાવે બોલાયો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.605 વધી રૂ.89070ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.2041.11 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.1 વધી રૂ.799.4ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ડિસેમ્બર વાયદો રૂ.2.3 વધી રૂ.281.4ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો રૂ.2.45 વધી રૂ.245.4ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ડિસેમ્બર વાયદો 30 પૈસા વધી રૂ.176.65ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.2613.61 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.5944ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5976 અને નીચામાં રૂ.5906ના મથાળે અથડાઈ, રૂ.5938ના આગલા બંધ સામે રૂ.23 ઘટી રૂ.5915ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.18 ઘટી રૂ.5920ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.8.6 વધી રૂ.328.8ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.8.8 વધી રૂ.328.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.