આરોગ્ય

હાઈ પલ્સ રેટ અને ઓછું Spo2ની ફરિયાદ સાથે દાખલ થયેલ દર્દીના જમણા થાપાના ગોળાનું સફળ ઓપરેશન

રાજકોટ: વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ હંમેશાથી ક્રિટિકલ કેસીસની સરળ રીતે સારવાર કરવા માટે જાણીતું છે. અહીંના ડોક્ટર્સની ટીમ અભૂતપૂર્વ છે. તાજેતરના જ કેસની વાત કરીએ તો એક 76 વર્ષીય દર્દીને જમણા પગમાં દુખાવો, ચાલી શકવાની અસમર્થતા,હાઈ પલ્સ રેટ (હાર્ટ રેટ ૧૦૦ થી વધુ) તથા Spo2 (ઓક્સિજન સેચ્યુરેશન ૭૦ થી ૮૦ની વચ્ચે)ની ફરિયાદ સાથે ઇમરજન્સી માં દાખલ કરવામાં આવ્યા. તેમને 2 દિવસથી જમણા પગના થાપાના ગોળાના સાંધાનો દુખાવો થતો હતો કે જેને રાઈટ હિપ જોઈન્ટ પેઈન કહેવાય છે. અગાઉ દર્દીએ જૂનાગઢમાં પ્રાથમિક સારવાર લીધી પરંતુ તેમને દર્દીની પરિસ્થિતિમાં ગંભીરતા જણાતાં દર્દીના પરિવારજનો તેમને વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે લઈને આવ્યાં હતા. તેમને સિનિયર ઓર્થોપેડીક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. ઉમંગ શિહોરાની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. એક્સ-રે કરાવતાં માલૂમ થયું કે દર્દીને જમણા થાપાના ગોળાનું ફ્રેકચર છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં ડૉ. ઉમંગ શિહોરા પાસે કોમ્પ્લિકેટેડ કેસીસ (High Skill) ને હેન્ડલ કરવાની એક બેજોડ આવડત છે, જેનો લાભ સૌરાષ્ટ્રના હજારો દર્દીઓને અવિરત રીતે  છેલ્લા ૧૫ વર્ષથી પણ વધારે સમયથી મળી રહ્યો છે.

 

ડૉ. ઉમંગ શિહોરા, સિનિયર કન્સલ્ટન્ટ- ઓર્થોપેડીક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન એ જણાવ્યું હતું કે, “દર્દીને ઇમર્જન્સીમાં દાખલ કરાયા બાદ તેમના 2D ઇકો (હ્રદય ની તપાસ) તથા સીટી એન્જીઓ ચેસ્ટ(ફેફસાની મુખ્ય નળીઓ નો અત્યાધુનિક રીપોર્ટ) કરતા જણાયું કે દર્દીના Low Spo2 (૭૦-૮૦%) રહેવાનું કારણ પીએએચ (pulmonary Arterieal Hypertension) છે. દર્દીને દાખલ કરતા સમયે 5 લીટર/મિનિટથી ઓક્સિજન આપવાની જરૂરિયાત ઊભી થઈ હતી. દર્દીના બાકીના તમામ રીપોર્ટ તથા ઑપરેશનની તૈયારી કરીને તેમને બીજા દિવસે  સવારે ૯ વાગ્યે ઓક્સિજનના સપોર્ટ સાથે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા જ્યાં અમે કુશળ એનેસ્થેસિયાના સથવારે દર્દીના જમણા થાપાના ગોળાનું ઓપરેશન માત્ર 60 મિનિટમાં જ પૂર્ણ કર્યું અને સાંજ પડતાં જ દર્દી માત્ર ૬ કલાકની અંદરજ વોકરના સહારે ચાલતાં પણ થઇ ગયા”

એક અઠવાડિયા દરમિયાનમાં જ દર્દીને જોતા ખૂબ જ સંતોષ થાય તેવું આશ્ચર્યજનક પણ છતાંય વૈજ્ઞાનિક પરિણામ દેખાય છે. દર્દી તથા તેમના પરિવારજનો તરફથી ડૉ. ઉમંગ શિહોરા નો દિલ થી ખૂબ ખૂબ આભાર મનાઈ રહ્યો છે. ડૉ. ઉમંગ શિહોરાએ લગભગ આશરે 3000 જેટલી ફ્રેકચર સર્જરી, 2500થી વધારે ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી (TKR) તથા 1200થી વધારે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ (THR) સર્જરી સફળતાપૂર્વક  કરેલી છે.

થાપાના સાંધાની કે થાપાના ગોળાની આસપાસ થતી ફ્રેક્ચરોની સરળ અને સફળ સર્જરીઓ કરીને દર્દીઓને કલાકોની ગણતરીઓમાચ પોતાના પગ ઉપર ઉભા કરીને ચાલતા કરી આપવા એવી સર્જરીઓમાં ડો.ઉમંગ શિહોરા નિપુણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button