તા.૫મીએ ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બારડોલીની તાજપોર કોલેજ ખાતે જિલ્લા કક્ષાના ૭૪મો વન મહોત્સવ યોજાશે

સુરતઃ શુક્રવારઃ ગૃહ, રમતગમત રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના ૭૪મો વન મહોત્સવ તા.૦૫મી ઓગસ્ટના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે બારડોલીની તાજપોર કોલેજ સ્થિત રૂક્ષ્મણીબેન નાથુભાઈ ગણેશભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી યોજાશે.
આ પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુભાઇ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવેશભાઇ પટેલ, અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી એસ.કે.ચતુર્વેદી(IFS), મુખ્ય વન સંરક્ષકશ્રી ડો.કે.શશીકુમાર(IFS), ધારાસભ્ય સર્વશ્રી ઇશ્વરભાઇ પરમાર, સંદિપભાઇ દેસાઇ, મોહનભાઇ ઢોડીયા, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે. વસાવા, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા(IFS),નાયબ વન સંરક્ષકશ્રી આનંદકુમાર(IFS), સરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશન સોસા.ના પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.