સ્પોર્ટ્સ
બારડોલીની એકલવ્ય મોતા સ્કૂલનાં વિદ્યાર્થીઓએ જિલ્લાકક્ષાની રમતગમત સ્પર્ધામાં વગાડ્યો ડંકો

એથલેટીક્સ, ખો-ખો, કરાટે તથા ચેસ સ્પર્ધામાં મેળવેલા કુલ ૧૬ પૈકી ૧૦-ગોલ્ડ, ૨-સિલ્વર, અને ૪-બ્રોન્ઝ મેડલ મેળવ્યા
સુરત:ગુરુવાર: SGFI ગાંધીનગર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સુરત દ્વારા આયોજિત ૬૭મી અખિલ ભારતીય શાળાકીય રમોત્સવમાં બારડોલી તાલુકાની એકલવ્ય શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા વિવિધ સ્પર્ધામાં જીત મેળવી હતી.
એથલેટીક્સ, ખો-ખો, કરાટે તથા ચેસ જેવી સ્પર્ધામાં કુલ ૧૬ મેડલ મેળવ્યા હતા. જેમાં ૧૦-ગોલ્ડ, ૨-સિલ્વર, અને ૪-બ્રોન્ઝ મેડલ (અંડર:૧૪-૧૭-૧૯) મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ શાળાના આચાર્યાશ્રી તથા શાળા પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા.