Uncategorized

એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.350ની નરમાઇઃ મેન્થા તેલમાં 90 પૈસાનો મામૂલી સુધારો

એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.350ની નરમાઇઃ મેન્થા તેલમાં 90 પૈસાનો મામૂલી સુધારો

સોનાના વાયદામાં રૂ.18નો ઘટાડોઃ ચાંદીનો વાયદો રૂ.238 વધ્યોઃ ક્રૂડ તેલમાં રૂ.19નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.10529 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.54391 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.7584 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20925 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.64923.61 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10529.67 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.54391.62 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 20925 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.485.01 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.7584.88 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.87786ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.87928 અને નીચામાં રૂ.87554ના મથાળે અથડાઈ, રૂ.87778ના આગલા બંધ સામે રૂ.18 ઘટી રૂ.87760ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.918 ઘટી રૂ.70675ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.55 ઘટી રૂ.8918ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.5 ઘટી રૂ.87780ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.98179ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98480 અને નીચામાં રૂ.97932ના સ્તરને સ્પર્શી, રૂ.97884ના આગલા બંધ સામે રૂ.238 વધી રૂ.98122ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.258 વધી રૂ.98148ના ભાવે બોલાયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.252 વધી રૂ.98142ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.1824.17 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.7.9 વધી રૂ.906.95ના સ્તરે પહોંચ્યો હતો. જસત માર્ચ વાયદો રૂ.1.75 વધી રૂ.277.2 થયો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો રૂ.1 વધી રૂ.256.65ના સ્તરે પહોંચ્યો હતો. સીસું માર્ચ વાયદો 45 પૈસા વધી રૂ.179.05ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.1168.45 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.5872ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5921 અને નીચામાં રૂ.5852ના મથાળે અથડાઈ, રૂ.5900ના આગલા બંધ સામે રૂ.19 વધી રૂ.5919 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.21 વધી રૂ.5921 થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.4.2 ઘટી રૂ.340 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.4.2 ઘટી રૂ.340.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.923ના ભાવે ખૂલી, 90 પૈસા વધી રૂ.920.1ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ.350 ઘટી રૂ.52690 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5911.44 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.1673.43 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.1342.22 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.227.60 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.29.52 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.224.83 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.248.79 કરોડનાં કામકાજ થયાં હતાં. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.919.67 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.2.97 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 21112 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 29980 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6901 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 88848 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 20381 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 31371 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 113878 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 5923 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 20346 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 20882 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20925 પોઇન્ટના સ્તર અને નીચામાં 20882 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 16 પોઇન્ટ વધી 20925 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.6.7 વધી રૂ.181.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.45 ઘટી રૂ.4.1ના ભાવે બોલાયો હતો.

સોનું માર્ચ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.27 ઘટી રૂ.300 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.99000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.162.5 વધી રૂ.2240.5 થયો હતો. તાંબું એપ્રિલ રૂ.910ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.57 વધી રૂ.18 થયો હતો. જસત એપ્રિલ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 53 પૈસા વધી રૂ.3.36 થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button