વડોદરાની કોયલી રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ

વડોદરાની કોયલી રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ
વડોદરાની કોયલી રિફાઈનરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ ઘટનાને પગલે આગ પર કાબૂ મેળવવા માટે 10 ફાયટર ટેન્કર ઘટના સ્થળે પહોંચી ગયા છે.
ઘટના અંગે મળતી વિગત અનુસાર વડોદરામાં આવેલી IOCL રિફાઇનરીની સ્ટોરેજ ટેંકમાં પ્રચંડ ધડાકો થયો હતો. આ ધડાકા બાદ રિફાઇનરીમાં વિકરાળ આગ ભભુકી ઉઠી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, તેનો ધુમાડો અનેક કિલોમીટરો સુધીના વિસ્તારમાં ફેલાયો છે. આ આગ લાગવાની ઘટના બાદ આસપાસની કંપનીઓમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું. આ આગ પર કાબૂ મેળવવા માટે 10 જેટલાં ફાયર ફાયટર કામે લાગ્યા છે.
નુકસાનની સંપૂર્ણ હદ હજુ સુધી જાણી શકાયું નથી, અને અધિકારીઓ આગને વધુ ફેલાતા અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. સાઇટ પર કર્મચારીઓની સંખ્યા અને કોઈપણ સંભવિત ઇજાઓ અંગેની વિગતો હજુ સુધી સાપડી નથી.
સ્થાનિકોના અહેવાલો અનુસાર ફેસિલિટીના એક બોઈલરમાં વિસ્ફોટને કારણે આગ લાગી હોઈ શકે છે.
આગ લાગવાની ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.