રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ના કાર્યાલય માટે અને સમગ્ર દેશની કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કોના કોમ્પ્યુટીકરણ ની યોજનાનો શુભારંભ કરતા દેશના ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ

નવી દિલ્હી, 30 જાન્યુઆરી, 2024
દિલ્હી ખાતે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સહકારીતા સમિતિઓના રાષ્ટ્રીય કાર્યાલય અને કૃષિ તથા ગ્રામીણ બેંકોના કોમ્પ્યુટીકરણની યોજનાનો શુભારંભ ગાંધીનગર લોકસભાના પ્રજા વાત્સલ્ય સાંસદ,રણનીતિકાર,કુશળ સંગઠક એવા દેશના ગૃહ અને સહકારીતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે એન.એસ.સી કોમ્પ્લેક્સ, આઈસીએઆર, પૂસા, નવી દિલ્હી ખાતે થયો.
આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના માનનીય સહકારિતા મંત્રીશ્રી બી એલ વર્માજી, સચિવ શ્રી જ્ઞાનેશકુમારજી, વિશેષ સચિવ શ્રી વિજયકુમારજી, નાબાર્ડના ચેરમેનશ્રી કે.વી.શાજી, ગુજરાત ભાજપ સહકારીતા સેલના કન્વીનર શ્રી બીપીનભાઈ પટેલ, સહકારી આગેવાન ડૉ. બિજેન્દ્રસિંહજી તેમજ અલગ અલગ રાજ્યના આર.સી.એસ, ગુજરાત ખેતી બેંકના ડિરેક્ટરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત પ્રતિનિધિઓ આ ઐતિહાસિક દિવસે કાર્યક્રમના સાક્ષી બન્યા.
નાફકાર્ડ (NAFCARD), મુંબઈ અને ખેતી બેન્ક, અમદાવાદના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચાએ માનનીયશ્રી અમિતભાઈ સાહેબનો હ્રદયપૂર્વક આભાર માની કાર્યક્રમનું સમાપન કરેલ.