Uncategorized

કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાના કેસમાં ખોટું કરનાર સામે ફૌજદારી કરવા રજૂઆત

કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાના કેસમાં ખોટું કરનાર સામે ફૌજદારી કરવા રજૂઆત

સુરત લોકસભા બેઠક નાટ્યત્મક રીતે બિનહરીફ રહેવાનો વિવાદ વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. સુરતની બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા સુધીની રાજરમતને પગલે નિર્દોષ મતદારોનો વિશ્વ છ ુ છે. જેને પગલે ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ કાંતિ રાંદેરીયાએ સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીને રૂબરૂ મળીને આ સમગ્ર પ્રકરણમાં દોષિતો સામે કડક અને ત્વરીત પગલાં ભરવા માટે માગણી કરી હતી.

આ છેલ્લા બે-ત્રણ દિવસથી ખોટું સોગંદનામુ કરનાર, અને ખોટી સહી કરનાર નિલેશ કુંભાણી સામે ફોજદારી ગુનો નોંધાવાની માંગણી કરવામાં આવી રહી હોવાથી આજે જિલ્લા કલેકટરએ મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા સાથે બંધ બારણે ચર્ચા કરી હતી.

સુરત લોકસભા બેઠક માં કોંગ્રેસનાં ઉમેદવાર નિલેશ કુંભાણીનાં

મામલે ફોજદારી ગુનો દાખલ કરી કોણે ખોટુ સોગદનામુ કર્યું ? કે પછી કોણે ખોટી સહી કરી ? તેની તટષ્ઠ તપાસ થાય તે જરૂરી હોવાથી ગુનો નોંધવાની માંગણી કરવામાં આવી હતી.

ઉમેદવારી પત્રમાં દરખાસ્ત કરનારની છે જે એક ગુનાહિત કૃત્ય છે. જેથી આ સહી જેન્યુઇન ન હોવાની ફોર્મ રદ થયું હોવાની બહાર આવેલી હકીકતને પગલે મતદારો તેમજ રાજકીય આગેવાનોમાં ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે. તેમજ નિલેશ કુંભાણી અને ખોટી સહી

કોઈકે તો ખોટું કર્યું જ છેઃ કાંતિ રાંદેરિયા કલેક્ટર અને મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ મહત્વની ચર્ચા કરી

કરનારાઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગણીઓ થઈ રહી છે. આ મામલે આજે કાંતિ રાંદેરીયાએ જિલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરી હતી કે નિલેશ કુંભાણીની ઉમેદવારી પ્રકરણમાં સ્થિતિ સ્વયંસ્પષ્ટ છે કે ખોટી સહી કરી છે અથવા કરાવવામાં આવી છે, નિલેશ કુંભાણીએ કે તેમના ટેકેદારોએ બેમાંથી કોઇપણ એક પક્ષે ખોટું સોગદનામું કર્યું

મતદારો, તેમજ સામાજીક આગેવાનો દ્વારા ફોજદારી ગુનો નોંધવાની ઉઠેલી માંગણીઓ વચ્ચે જિલ્લા કલેકટરએ સુરત જિલ્લાના પબ્લિક પ્રોસિક્યુટર અને જાણીતા વકીલ નયન સુખડવાલા સાથે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ બંધ બારણે મીટીંગ યોજી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button