સ્પોર્ટ્સ

સિધ્ધપુર વિધાનસભા વિસ્તારમાં વિવિધ પ્રસંગોએ ઉપસ્થિત રહી આયોજકોનો ઉત્સાહ વધારતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત

સિધ્ધપુર વિધાનસભા વિસ્તારમાં વિવિધ પ્રસંગોએ ઉપસ્થિત રહી આયોજકોનો ઉત્સાહ વધારતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત

સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર વિધાનસભા વિસ્તારના વિવિધ ગામોએ યોજાયેલ પ્રસંગોમાં હાજરી આપી આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો.
સરસ્વતી તાલુકાના વદાણી ગામે નટવરલાલ ઉગરદાસ શ્રીમાળીની જીવનચર્યા નાત લ્હાણી પ્રસંગે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી
સરસ્વતી તાલુકાના વાગદોડ ગામે રબારી સમાજ સમૂહ લગ્ન સમિતિના આયોજકોને મળી આયોજકોનો ઉત્સાહ વધારે હતો તેમજ નકળંગ ધામ મંદિરના દર્શન અને સ્વર્ગીય ગુરુજી શંકરનાથજી મહારાજની ગાદીના દર્શન કરી પ.પૂ. ૧૦૦૮ અજમલનાથ ગુરુ હરિનાથ મહારાજના આશીર્વાદ મળ્યા તે ઉપરાંત સિદ્ધપુરના દેથલી ગામે એસ.વાય.સી ગ્રુપ અને ભદ્ર ગ્રુપ દ્વારા આયોજિત સિદ્ધપુર ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરી શુભારંભ કરાવી જણાવ્યું કે આ પ્રકારના આયોજન શારીરિક ઉર્જા અને એકતા ની અભિવ્યક્તિ માટે ઉપકારકારક છે તેમજ આયોજકો અને ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી
સિદ્ધપુર તાલુકાના સહેસા ગામે સમસ્ત ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત જય શ્રી ભાણી ફોઇ સિકોતર માતાજી તથા ગોગા મહારાજના હવનમાં હાજરી આપી દર્શનનો લાભ લીધો તેમજ લાલપુર ગામે જાતર, શ્રીમંત અને લગ્ન પ્રસંગોએ હાજરી આપી શુભેચ્છાઓ પાઠવી આ પ્રસંગોએ જિલ્લા અને તાલુકાના ભાજપના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button