ગુજરાત

શિનોર નાગરિક સહકારી બેન્ક તરફથી સભાસદોને મળી વાર્ષિક નફાની ભેટ: સતત છઠ્ઠા વર્ષે મસાલા કીટનું વિતરણ

શિનોર નાગરિક સહકારી બેન્ક તરફથી સભાસદોને મળી વાર્ષિક નફાની ભેટ: સતત છઠ્ઠા વર્ષે મસાલા કીટનું વિતરણ

શિનોર મુકામે આવેલ ઘી. શિનોર નાગરિક સહકારી બેન્ક ના બોર્ડ ઓફ ડિરેકટરો દ્વારા “તેરા તુજકો અર્પણ” બેક ના વાર્ષિક નફામાં બેન્ક ના સભાસદો પણ ભાગીદાર હોય બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા દરેક સભાસદો ને દર વર્ષે ચાલુ વર્ષે પણ મસાલા ની કીટ આપતા સૌ સભાસદો મા આનંદ ની લાગણી સાથે બેન્ક ના સુચારું વહીવટ ની ચર્ચા સાથે સભાસદોમાં ખુશી ની લહેર જોવા મળી હતી. શિનોર ની ઘી. શિનોર નાગરિક સહકારી બેન્ક લી. દ્વારા અને સૌ સભાસદો દ્વારા બેન્ક ના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ કેળવેલ વિશ્વાસ ને લઈને પક્ષા પક્ષી એક બાજુએ મૂકીને બિનહરીફ ચૂંટણી યોજાય છે. ચૂંટાયેલ બેન્ક ના ડિરેકટરો દ્વારા પણ સભાસદો અને હોદેદારો ના વિશ્વાસ ને લઈને ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટરની બિન હરીફ વરણી કરાય છે. બેન્ક ના બોર્ડ ઓફ ડિરેક્ટર અને હોદેદારો દ્વારા બેન્ક ના સભા સદો ના સહકાર થી બેન્ક પ્રગતિ ના શિખરો સર કરી જીરો ટકા એનપીકે દર વર્ષે ઓડિટ વર્ગ (અ ) સાથે નફા મા દર વર્ષે વધારો થાય છે. ત્યારે બેન્ક ના બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા પણ નફા મા સૌથી વધુ સભા સદો નો ફાળો હોય સભાસદો ને છેલ્લા 6 (છ ) વર્ષથી સ્મૃતિ ભેટ અપાય છે. ત્યારે ચાલુ વર્ષે બેન્ક ના ચેરમેન સચિન પટેલ, વાઇસ ચેરમેન ઠાકોરભાઈ પટેલ અને એમ.ડી. વિનુભાઈ પટેલ તથા સાથી ડિરેક્ટરો દ્વારા રૂ! 1250/- ની મસાલા કીટ આપવાનું નક્કી કર્યું હતું. કીટ મા 500 ગ્રામ મરચું, 500 ગ્રામ હળદળ, 500 ગ્રામ ગરમ મસાલો, 500 ગ્રામ ધાણા જીરું પાવડર, 500 ગ્રામ આખુ જીરૂ, 400 ગ્રામ અજમો, 500 ગ્રામ રઈ, 500 ગ્રામ સંભાર મસાલો, 50 ગ્રામ મરી, અને 50 ગ્રામ લવિંગ જે શિનોર ની જ અંબિકા મસાલા મિલ છે. જેનું આજ રોજ ગામના સભાસદો ને બોલાવી મસાલા કીટ ગિફ્ટ નુ વિતરણ નો શુભઆરંભ કરવામાં આવ્યો હતો. હાજર સૌ સભાસદો મા આનંદ ની લાગની જોવા મળી હતી. અને સૌ સભાસદો એ બેન્ક ના સુચારું વહીવટ ને લઈને બોર્ડ ઓફ ડિરેક્ટર અને બેન્ક મેનેજર અને તમામ સટાફ ની કામગીરી ને બિરદાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button