પ્રાદેશિક સમાચાર
સાપુતારા -માલેગામ ઘાટ માગૅમા સાયકલ સવાર સંરક્ષણ દિવાલ કુદી ઉંડી ખીણમાં પટકાયો

Saputara News: મળતી માહિતી મુજબ સાપુતારા ઘાટમાગૅમા સાયકલ સવાર અશોકભાઇ હિરાલાલ પટેલ ઉ.૫૫ રહે. મરોલી નવસારી હાલમાં ૧૫ દિવસ થી રહે. નવાગામ-સાપુતારા જેવો સાયકલિંગ ટ્રેકીગ કરે છે.સાપુતારા ઘાટ માગૅમા ઉતરતી વેળાએ વળાંકમાં સાયકલ પરથી કાબુ ગુમાવતા સંરક્ષણ દિવાલને અથડાઇને ૩૦ ફુટ ઉંડી ખીણમાં પટકાયો હતો.જયારે રવિવારે ભારે ભીડ હોવાથી પ્રવાસીઓ મદદે દોડી આવ્યા હતા ઘટનાની જાણ પી.એસ.આઇ એન ઝેડ ભોંયાને જાણ થતા તેઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઇ સાયકલ સવાર ઇજાગ્રસ્ત મુસાફરને તાત્કાલિક ધોરણે સારવારના અર્થે સાપુતારા પી.એસ.સી ખાતે ખસેડવામાં આવ્યો હતો.