સ્પોર્ટ્સ

પર્થ ટેસ્ટ – ભારતનો ધબડકો થયા બાદ બુમરાહનો તરખાટ

પર્થ ટેસ્ટ – ભારતનો ધબડકો થયા બાદ બુમરાહનો તરખાટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો રોમાંચ શરૂ થઈ ગયો છે. રમતના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા પર્થમાં માત્ર 150 રન બનાવીને નિષ્ફળ રહી હતી. જો કે, કાંગારૂ ટીમે જે રીતે તેની બોલિંગથી તબાહી મચાવી હતી તેનો ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.
પરિણામ એ આવ્યું કે દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયન ટીમે 67 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી.
ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે તબાહી મચાવી હતી. જસપ્રીત બુમરાહે પોતે ટીમ ઈન્ડિયાની આગેવાની સંભાળી હતી અને ચાર વિકેટ પોતાના નામે કરી હતી. બુમરાહની આ શાનદાર બોલિંગના કારણે ભારતીય ટીમે રમતના પહેલા દિવસે યજમાન ઓસ્ટ્રેલિયા 67 રનના સ્કોર પર 7 વિકેટ છે. આ રીતે ઓસ્ટ્રેલિયાની ટીમ ઘરઆંગણે મુશ્કેલીમાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button