વી. એન. ગોધાણી ઈંગ્લિશ સ્કૂલ, કતારગામની ધોરણ 10 અને 12 (કોમર્સ)માં 100% સિદ્ધી

વી. એન. ગોધાણી ઈંગ્લિશ સ્કૂલ, કતારગામની ધોરણ 10 અને 12 (કોમર્સ)માં 100% સિદ્ધી
માર્ચ 2025માં લેવામાં આવેલી ધોરણ 10 અને ધોરણ 12 (કોમર્સ)ની બોર્ડ પરીક્ષાઓમાં વી. એન. ગોધાણી ઈંગ્લિશ સ્કૂલ, કતારગામએ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે.
ધોરણ 12 (કોમર્સ)ના 57 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તમામ વિદ્યાર્થીઓ પાસ થતા શાળાએ 100% પરિણામ નોંધાવ્યું છે. જેમાં 11 વિદ્યાર્થીઓએ A1 તથા 21 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ હાંસલ કર્યા છે. ઘોરી ઓમ મહેશભાઈએ 96.43 % સાથે પ્રથમ ક્રમ અને હિરપરા શુભમ હિરેનભાઈએ 93.57 % સાથે દ્વિતીય ક્રમ મેળવ્યો છે.
જ્યારે ધોરણ 10માં કુલ 89 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામે સફળતા પ્રાપ્ત કરતા 100% પરિણામ નોંધાયુ છે. જેમાં 14 વિદ્યાર્થી A1 તથા 43 વિદ્યાર્થી A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. કાકડિયા વીર રાકેશભાઈએ 94.67% સાથે પ્રથમ ક્રમ અને કણકોટીયા નૈત્રી સંજયભાઈએ 94.17% સાથે દ્વિતીય ક્રમ મેળવ્યો છે.
શાળાની આ સિદ્ધિ બદલ મેનેજમેન્ટ તરફથી તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે તથા આ સફળતા માટે આચાર્યશ્રી અને શિક્ષકમંડળના પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા છે. શ્રી રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.