ડાંગ જિલ્લાના આદિમ જૂથોના પરીવારોને પીએમ જનમન યોજના હેઠળ પાયાકિય સુવિધાઓ અપાઇ
ડાંગ જિલ્લાના આદિમ જૂથોના પરીવારોને પીએમ જનમન યોજના હેઠળ પાયાકિય સુવિધાઓ અપાઇ
પીએમ જનમન યોજના હેઠળ મને ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો – શ્રીમતી નિલાબેન પવાર
જનજાગૃતિની પ્રવૃત્તિઓ થકી આદિમજૂથના અંતિમ વ્યક્તિ સુધી પહોંચવાના વહીવટી તંત્રના પ્રયાસો
ભારત સરકાર દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો હતો.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.
વડાપ્રધાનશ્રી દ્વારા ‘પીએમ જનમન અભિયાન’ હેઠળ આદિમજૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી, વિકાસની મુખ્ય ધારામા લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ત્યારે ‘પીએમ જનમન’ અભિયાન અંતર્ગત, ડાંગ જિલ્લાના આદિમજુથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભુત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને, સમાજની મુખ્ય ધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેયમંત્ર સાથે, કેન્દ્ર અને રાજ્ય સરકારે કમર કસી છે.
‘પીએમ જનમન’ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં આવેલ આદિમજૂથના પરીવારોને પાયાકીય સુવિધાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે.
ડાંગ જિલ્લાના આહવા ગામના રહેવાસી શ્રીમતી નિલાબેન જીગ્નેશ પવાર જણાવે છે કે, ‘પીએમ જનમન’ અભિયાન હેઠળ તેઓને ઉજ્જવલા યોજનાનો લાભ મળવા પામ્યો છે. પહલાં તેઓને લાકડાં લેવા માટે જંગલ જવુ પડતું હતું. જંગલમાં તેઓને પ્રાણીઓના ભય રહેતો તેમજ લાકડાંના ધુમાડાથી તેઓને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી. પરંતુ તંત્ર દ્વારા યોજવામાં આવેલ ‘પીએમ જનમન’ કેમ્પમાં તેઓને ઉજજ્વલા યોજનાનો લાભ મળ્યો જે અંતર્ગત તેઓને ગેસ કનેક્શન મળ્યું જેની ખુશી વ્યક્ત કરતાં તેઓએ જણાવ્યું હતુ કે હવે તેઓને ધુમાડાથી છુટકારો મળ્યો અને જંગલમાં જવુ નથી પડતું જે બદલ તેઓએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેવી જ રીતે શ્રી જીગ્નેશ પવારને પણ આ કેમ્પ દ્વ્રારા રેશન કાર્ડનો લાભ આપવામાં આવ્યો હતો. હવે તેઓને મફત રાશનનો લાભ મળી રહ્યો છે. આ જ ગામના અન્ય લાભાર્થી સુ.શ્રી રૂથલાબેન સાવળેને પણ ‘પીએમ જનમન’ અભિયાન હેઠળ જાતીનો દાખલો પ્રાપ્ત થયો હતો. તેઓએ પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના આદિમ જૂથોના પરીવારોને ‘પીએમ જનમન’ ફેઝ – ૨ અભિયાન હેઠળ વિવિધ યોજનાઓના લાભો આપવામાં આવેલ છે. જેમાં કુલ બાવન લાભાર્થીઓને આવાસ, તેમજ વિજ કનેક્શનનો લાભ આપવામાં આવ્યો છે. તેમજ ૯૬૯ લોકોને જાતીના દાખલાઓ આપવામાં આવ્યા, ૧૭ લોકોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આ સાથે ૪૧ લોકોને આયુષ્યમાન કાર્ડ યોજનાનો પણ લાભ આપવામાં આવ્યો હતો. આમ આદિમ જૂથ સમુદાયોને સરકારશ્રીની કુલ ૧૧ જેટલી વિવિધ યોજનાઓના લાભ આપી તેઓને મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ડાંગ જિલ્લામાં આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા આહવા તાલુકાના-૨ ગામો, વઘઈ તાલુકાના-૧૨, અને સુબિર તાલુકાના-૩ ગામો મળી કુલ-૧૭ ગામોના, આદિમજુથ સમુદાયના લોકો માટે જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પી.એમ. ઉજ્જવલા યોજના, પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્માન ભારત કાર્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પી.એમ.માતૃ વંદના યોજના જેવી વિવિધ યોજનાઓના લાભથી વંચિત હોય એવા આદિમજૂથના લોકોને, જે તે ખાતાની કચેરીઓ દ્વારા લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે.