સ્માર્ટ સ્ક્રીન અને સન્ડે લેઝિનેસ છોડી દાદા સાથે ‘યોગ દિવસ’ની ઉજવણી કરતી નવી પેઢી

સ્માર્ટ સ્ક્રીન અને સન્ડે લેઝિનેસ છોડી દાદા સાથે ‘યોગ દિવસ’ની ઉજવણી કરતી નવી પેઢી
સુરતના સરસાણા ખાતે યોગ દિવસમાં શહેરના પાંડેસરા અને વેસુ વિસ્તારના દાદા–પૌત્ર/પૌત્રીની જોડીએ જમાવ્યું આકર્ષણ
સરસાણા કન્વેશન્શન સેન્ટર ખાતે વ્હેલી સવારે થયેલી ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણીમાં શહેરના પાંડેસરા વિસ્તારના દાદા–પૌત્ર અને વેસુના દાદા–પૌત્રીની જોડીઓને એક સાથે યોગાસન કરતા જોઈને ‘કુમળો છોડ વાળો તેમ વળે’.. વાળી કહેવત યાદ આવી જાય. સૌના આકર્ષણનું કેન્દ્ર બનેલી આ જોડીઓમાં એક પાંડેસરાના ૬૫ વર્ષીય દાદા રામ યાદવ સાથે ૧૨ વર્ષીય પૌત્ર અર્જુન વિવિધ યોગાભ્યાસમાં કદમથી કદમ મેળવતો હતો. અને હવે શાળા તેમજ નિયમિત અભ્યાસ સાથે પણ રોજ પ્રાણાયામ અને રજાના દિવસોમાં યોગ કરું છું. જેથી ભણવામાં અને રમવામાં બંને વસ્તુઓમાં મજા પણ આવે અને એકાગ્રતા પણ જળવાયેલી રહે છે. ૨૦થી વધુ વર્ષોથી યોગ કરતા રામ યાદવ નિયમિત ૪૫ મિનિટ થી ૧ કલાક યોગ–ધ્યાન કરે છે. જેથી આટલી વયે પણ તેઓ સ્વસ્થ અને કાર્યરત જીવનનિર્વાહ કરે છે. બીજી તરફ વેસુમાં રહેતા ૭૧ વર્ષીય દાદા રસિકભાઈ પટેલ સાથે તેમની ૬ વર્ષીય પૌત્રી તિલિકા નાની વયે જીવનના મોટા પાઠ ભણાવી રહી છે. ઉત્સાહ અને એકાગ્રતા સાથે દાદા–પૌત્રીની આ જોડી નવી અને જૂની દરેક પેઢી માટે પ્રેરણારૂપ છે. ૭૧ વર્ષીય રસિકભાઈ રોજ ૫ કિ.મી વોકિંગની સાથે હળવો વ્યાયામ કરે છે. તેમજ ઘરની અને બહારની જવાબદારીઓ સાથે સંપૂર્ણ એક્ટિવ જીવનશૈલી ધરાવે છે. જૂની અને નવી પેઢી વચ્ચેનો આ સુવર્ણ તાલમેલ એ વાતની સાબિતી છે કે, આજના ડિજિટલ અને ઝડપી યુગમાં પણ જો બાળકોને યોગ્ય પથદર્શક મળે તો જીવનને સાચી દિશા મળી રહે છે.



