શિનોરના વિવિધ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા વડોદરા જિલ્લા આરોગ્ય અધિકારી
શિનોરના વિવિધ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા વડોદરા જિલ્લા આરોગ્ય અધિકારી
વડોદરા જિલ્લામાં આગામી તારીખ 19 નવેમ્બર થી 24 નવેમ્બર દરમિયાન કોમન રીવ્યુ મિશન ટીમ આરોગ્યની સેવાઓ બાબત આવનાર હોય વડોદરા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા શિનોર તાલુકાના શિનોર, મોટા ફોફળિયા અને સાધલી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી અને પ્રોગ્રામો નો રીવ્યુ લીધો.
કોમન રીવ્યુ મિશન ટીમ ગુજરાતમાં સંભવિત કચ્છ અને વડોદરા જિલ્લામાં મુલાકાત માટે આવનાર છે. સદર ટીમ ગ્રામ્ય કક્ષાની પણ મુલાકાત લઈને આરોગ્ય સેવાઓના લાભાર્થીઓ ,આશા વર્કરો ,સરપંચો, પિયર એડ્યુકેટર તેમજ જન આરોગ્ય સમિતિના સભ્યોની પણ મુલાકાત લેનાર છે ,અને આ ટીમ આરોગ્યની સેવાઓ સાચા અર્થમાં ક્યા અને કેવા સ્વરૂપે આ જિલ્લામાં અપાય છે, તેનો પણ રિવ્યુ લેશે. જેથી વડોદરા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા તારીખ 6 નવેમ્બર 2024 ના રોજ શિનોર પી.એચ.સી. મોટા ફોફડીયા સી.એચ.સી. અને સાધલી પી.એચ.સી. માં મુલાકાત લઇ આ તમામ પ્રોગ્રામો ના રીવ્યુ લીધા હતા, આ ટીમ એસેસમેન્ટ માટે ચાર -ચાર સેન્ટર ની મુલાકાત લેશે, જેમાં શિનોર નો સમાવેશ થાય છે, અને વડોદરા જિલ્લામાં પીપીપી મોડલ માત્રને માત્ર શિનોર તાલુકાના મોટા ફોફળિયા શ્રી છોટુભાઈ એ પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હોવાથી ત્યાં અચૂક મુલાકાત લેશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તારીખ 7 નવેમ્બર 2024 સુધીમાં ખાસ વર્કશોપ માં આરોગ્યના લાભાર્થીઓ,આશા વર્કરો ,સરપંચો ,પિયર એડ્યુકેટર, જન આરોગ્ય સમિતિના સભ્યો તથા ગ્રામ્ય આરોગ્ય સમિતિ ના સભ્યોને બોલાવીને આરોગ્યની યોજના ની જાણકારી આપવા માટે તમામ તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસરોને જાણ કરેલ છે.
શિનોર તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસર, સાધલી મેડિકલ ઓફિસર, સીમળી મેડિકલ ઓફિસર, સ શિનોર, સાધલી અને સીમળી પી.એચ.સી.ની 3 હેલ્થ વીઝીટર તથા સાધલી પી.એચ.સી માં 2 એમ.પી.એચ. ડબલ્યુ અને 1 સ્ટાફ નર્સ લાંબા સમયથી લીવ પર હોવાથી ચાવીરૂપ જગ્યાઓ ખાલી છે. કોમન રીવ્યુ મિશન ટીમ આવતા પહેલા આ જગ્યાઓ ભરાશે ખરી ?