ગુજરાત

મુસાફરોની રજૂઆત રંગ લાવી

મુસાફરોની રજૂઆત રંગ લાવી
ડભોઇ-સારંગપુર-બોટાદ રૂટ પર જૂની બસના સ્થાને તદ્દન નવી બસ ફાળવાઈ
ડભોઇ ‌-બોટાદ વાયા સાધલી -સારંગપુર રૂટ પર જૂની બસ ચાલુ હતી, તેના સ્થાને તદ્દન નવી બસ ફા‌ળવવામાં આવતાં મુસાફરો માં આનંદ વ્યાપેલ છે.
. વડોદરા એસ.ટી.વિભાગ માં આવેલ ડભોઇ ડેપો દ્વારા ડભોઇ -સારંગપુર‌ -બોટાદ ની બસ સંચાલન કરવા આવે છે. તારીખ 27 જાન્યુઆરી 2026 ના રોજ તત્કાલીન સરપંચ મનીષા પટેલ દ્વારા સાધલીમાં શ્રીફળ વધેરીને આ બસને વિદાય આપવામાં આવી હતી, આ બસ ડભોઇ ડેપો માંથી સવારે 04:30 કલાકે ઉપડે છે.અને સાધલી થી વહેલી સવારે 05:00 સારંગપુર જવા માટે ઉપડે છે.જે વાયા સાધલી -કારવણ- પોર- વડોદરા -વાસદ- બોરસદ -તારાપુર× ધંધુકા – બરવા‌ળા- સારંગપુર થઇને 11:00 કલાકે બોટાદ પહોંચશે.તેવી‌ જ રીતે બપોરે 01:30 (દોઢ) વાગે બોટાદ થી ડભોઇ આવવા માટે ઉપડે છે.જે‌ વાયા સારંગપુર -બરવાળા-ધંધુકા – તારાપુર × બોરસદ – વાસદ-વડોદરા-પોર-સાધલી થઈને ડભોઇ પહોચે છે.આ રૂટ પર જુની બસ ચલાવવા મા આવતી હતી.આ અંગે વડોદરા વિભાગીય નિયામક તથા ડેપો મેનેજર ડભોઇ ને રેલ એન્ડ રોડ પેસેન્જર ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.તેના અનુસંધાન માં આજ રોજ તદ્દન નવા લુક મા કેસરી રંગ ની બ્રાન્ડ ન્યૂ બસ ફાળવવામાં આવી હતી.આ અંગે પંથક ના મુસાફરો ને જાણ થતાં આનંદ ની લાગણી જોવા મળી હતી.સાથે સાથે વડોદરા વિભાગીય નિયામક પટેલ તથા ડભોઇ ડેપો મેનેજર સોલંક નો આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ ગામ ના આગેવાનો દ્વારા આ બસ નો વધુ લાભ લે એવી અપીલ કરવામાં આવી હતી.સારંગપુર હનુમાનદાદા ના જે ભકતો જાય છે.તેઓ દ્વારા આ બસ નો લાા લે જેથી કરીને આપણી આ બસ મં વધુ સારી આવક આવે અને આપણે સારંગપુર -બોટાદ ની ડાયરેક ની બસ સુવિધા કાયમી ચાલુ રહે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button