ડાંગના નવા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે શ્રી એન.ડી. પરમારે સંભાળ્યો ચાર્જ

ડાંગના નવા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે શ્રી એન.ડી. પરમારે સંભાળ્યો ચાર્જ
રાજ્ય સરકારના આદેશ અનુસંધાને ડાંગ જિલ્લામાં નવી નિમણૂક
આહવા: રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર ડાંગના નવા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે શ્રી એન.ડી. પરમાર (IAS) એ સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે.
શ્રી એન.ડી. પરમાર અગાઉ વિવિધ વહીવટી હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂક્યા છે અને તેમને વહીવટી કામગીરીનો વિશાળ અનુભવ પ્રાપ્ત છે. જિલ્લાના વિકાસલક્ષી કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ તથા લોકો કેન્દ્રિત સુશાસનને પ્રાથમિકતા આપીને કામગીરી કરવામાં આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતેથી સંબંધિત તમામ શાસકીય કચેરીઓને જરૂરી જાણ કરવામાં આવી છે.
શ્રી એન.ડી. પરમારનો સંપર્ક નંબર : ૦૨૬૩૧-૨૨૦૨૦૧ તથા ઇ-મેઇલ collector-dan@gujarat.gov.in જાહેર કરવામાં આવ્યા છે.



