આગામી પાંચ ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ

આગામી પાંચ ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ
શ્રી ગજાનન આશ્રમ માં દરેક પ્રકારના સાત્વિક અને ધાર્મિક અનુષ્ઠાન પૂજા પાઠ દરેક પ્રકારના યજ્ઞ, શ્રીમદ ભાગવત કથા, રામકથા ,પારાયણ , જ્ઞાનયોગ શિબિરનો લાભ લેવા સૌને આમંત્રણ
શિનોર તાલુકાના મા નર્મદાના ખોળામાં આવેલા શ્રી ગજાનન આશ્રમ માં દરેક પ્રકારના સાત્વિક અને ધાર્મિક અનુષ્ઠાન પૂજા પાઠ દરેક પ્રકારના યજ્ઞ, શ્રીમદ ભાગવત કથા, રામકથા ,પારાયણ , જ્ઞાનયોગ શિબિર અને રાષ્ટ્રહિતના કલ્યાણ માટે શ્રી ગજાનન આશ્રમ માં સૌને આમંત્રણ છે.
તારીખ 5 ઓગસ્ટ, સોમવાર થી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થાય છે, અને ચાલુ વર્ષે મહાદેવને પ્રસન્ન કરવા પાંચ સોમવારનો સંયોગ આનંદ આપી રહ્યો છે. તેવા સમયે પૂજ્ય ગુરુદેવ શ્રી વિજયભાઈ શાસ્ત્રીજી રાજકોટ વાળા જેવો દ્વારા માલસર મુકામે શ્રી ગજાનન આશ્રમમાં સેવાકીય પ્રવૃત્તિઓ જેમકે વિનાયક વાઇબ્રન્ટ સંસ્કૃત પાઠશાળા, જ્યાં ભૂદેવ બાળકોને વિનામૂલ્યે ભણાવવામાં આવે છે, લંબોદર ભોજનાલય, ગણેશ કન્યા સહાય યોજના, ઉમાશંકર નિવાસ (ઘરડાઘર)એક દંત ધ્યાન કેન્દ્ર, વક્રતુંડ નિઃશુલ્ક ચિકિત્સાલય ,ભાલચંદ્ર ઇંગલિશ એકેડમી ,વિકટમેવ વ્યસન મુક્તિ કેન્દ્ર અને નર્મદા પરિક્રમા વાસીઓની અવિરત સેવા સાથોસાથ નિત્ય યજ્ઞ ,બટુક ભોજન, બ્રહ્મ ભોજન ,પક્ષીઓને ચણ, અને ગાયોને ઘાસચારો અપાય છે. આ આશ્રમમાં દરેક પ્રકારના ધાર્મિક અનુષ્ઠાન, પૂજાપાઠ ,યજ્ઞ તથા ભાગવત કથા ,રામકથા ,પારાયણ ,યોગ શિબિર અને રાષ્ટ્રહિતના કલ્યાણ માટે પધારવા જણાવેલ છે.
ગુરુદેવ વિજયભાઈ શાસ્ત્રીજી તમામ ક્ષેત્રોમાં અવિરત સેવાની સરવાણી વહાવી રહ્યા છે ,આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ મોટું નામ ધરાવે છે અને અગાઉ વાર્તામાં આવતું હતું કે “એક ગરીબ બ્રાહ્મણ હતો ” આ ઈમેજ બદલવા માટે આ ગરીબનું મેણું ભાંગવા માટે પૂજ્ય ગુરુજી સવા કિલો શુદ્ધ સોનાની જનોઈ પહેરે છે ,બંને હાથની આંગળીઓમાં સોનાની મોટી વીંટીઓ ધરાવે છે રુદ્રાક્ષની ગોલ્ડ પ્લેટેડ માળા અને સોનાની ચેન પહેરે છે. સાથોસાથ શાસ્ત્રો સાથે શસ્ત્રની પણ જરૂર હોય રિવોલ્વર પણ ધરાવે છે. પૂજ્ય ગુરુજી ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાને બચાવવા સતત પ્રયત્નશીલ છે,અને 44 થી વધુ દેશોમાં ધર્મની ધજા ફરકાવેલ છે .આમ ભૂદેવો માટે સુવર્ણ ઈતિહાસ પૂજ્ય ગુરુજીએ આલેખયો છે. અને સનાતન ધર્મની પરંપરાને જાળવી રાખવામાં ખૂબ મોટું યોગદાન પૂજ્ય ગુરુજી તથા પૂજ્ય માતાજી એ આપેલ છે. પવિત્ર શ્રાવણ માસમાં નર્મદાને કિનારે આવેલ આ શ્રીગજાનન આશ્રમમાં પધારવા સૌને જાહેરમાં આમંત્રણ આપેલ છે.