છેલ્લા બે દિવસથી અવિરત પડતા મઘા નક્ષત્રના પાણીએ ખેતરોમાં ફાયદા કરતા કર્યુ નુકસાન
છેલ્લા બે દિવસથી અવિરત પડતા મઘા નક્ષત્રના પાણીએ ખેતરોમાં ફાયદા કરતા કર્યુ નુકસાન
શિનોર તાલુકામાં ખેડૂતોએ મોટાભાગે દિવેલાનું વાવેતર કરેલ હતું, પરંતુ છેલ્લા બે દિવસથી મઘા નક્ષત્રના મીઠા અને ઠંડા પાણીએ આ ખેડૂતોને રાતા પાણી એ નવડાવ્યા છે, અને બારેમાસ ખેડૂતોને આ વર્ષ યાદ રહેશે.
કહેવાય છે કે મઘા નક્ષત્ર વરસાદનું પાણી બારેમાસ ભરી રાખવા તંદુરસ્તી માટે ઉપયોગી છે ,તેમાં કોઈ જીવજંતુ પડતા નથી, એવી માન્યતા છે અને ખેડૂતો પણ ઈચ્છતા હોય છે કે મઘા નક્ષત્રનું પાણી ખેતરોમાં પડે તો આખું વર્ષ સારું જાય છે. પરંતુ ચાલુ વર્ષે છેલ્લા બે દિવસથી અવિરત પડતા મઘા નક્ષત્રના પાણીએ ખેતરોમાં ફાયદા કરતા નુકસાન વધુ કરેલ છે, ખેતરોમાં પાણી ભરાઈ જતા દિવેલાનો પાક સદંતર નિષ્ફળ ગયો છે અને શિનોર તાલુકાના ખેડૂતોએ મોટા ભાગે દિવેલાનું વાવેતર કર્યું હતું ,તે સદંતર નિષ્ફળ જતાં રોવાનો વારો આવ્યો છે ,અને ફરી નવો ખર્ચો કરીને દિવેલાનું વાવેતર કરવું પડશે, તે ઉપરાંત જે લ ખેડુતોના કપાસ મોટા થયા છે ,તે પણ પવન સાથે છેલ્લા બે દિવસથી આ વરસાદ વરસી રહ્યો હોય મોટા છોડ પણ હાલી ગયા છે ,અને ઘણા ભોય ભેગા થવાની તૈયારીમાં છે. તેનાથી પણ મોટું નુકસાન ખેડૂતોને થનાર છે. આમ ચાલુ વર્ષનો આ મઘા નક્ષત્ર નો વરસાદ ફાયદા કરતાં નુકસાન વધુ કરી રહ્યો છે. સાચે જ ખેડૂતોને આ કુદરતી માર દેવામાંથી ઊંચો આવવા દેતો નથી.એ હકીકત છે.