ગુજરાત

માતા પિતાનું સમર્પણભાવે અભિવાદન કરવા Progress Alliance દ્વારા વંદન ઉત્સવનું કરાયું આયોજન

Progress Alliance દ્વારા માતા- પિતા વંદન ઉત્સવનું આયોજન કરાયું

સુરત: Progress Alliance દ્વારા  19મી ઓગષ્ટના રોજ હેવન પાર્ટી પ્લોટ ખાતે માતા – પિતા માટે એક અદભૂત અને અનેરા કાર્યક્રમ વંદન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 400 પરિવાર ના 1800 થી પણ વધારે વ્યકિતઓ એ ભાગ લિધો હતો.

દીકરા – દીકરીઓ જીવન દરમિયાન માતા પિતાનું ઋણ ક્યારેય ચુકવી નથી શકતા અને અવારનવાર એનો વસવસો રહી જાય છે. જીવનમાં માતાપિતા એ દીકરા – દીકરીને જે આપ્યું છે તેનો ભાવ વ્યક્ત કરવામાં પરિવાર અસફળ રહી જાય છે ત્યારે માતાપિતાએ જે આપણા માટે કર્યું છે જેનું ઋણ આપણે ક્યારેય ચુકવી નથી શકતા જે વંદન ઉત્સવ દ્વારા ઋણ અદા કરવાનો પ્રયાસ Progress Alliance દ્વારા કરવામાં આવ્યો હતો.

Progress Alliance બિઝનેસમેનના જીવનના દરેક ક્ષેત્ર  પર કામ કરે છે, જેમાં માતાપિતા કેમ બાકી રહી જાય. જેથી આ વંદન  ઉત્સવ જેવા અદભૂત પ્રોગ્રામનું આયોજન કર્યું હતું.

વંદન ઉત્સવમાં 400 બિઝનેસમેનોએ ભાગ લીધો અને પોતાના માતા-પિતાને પોતાની સફળતા બદલ અને પાલન પોષણ કરી લાયક બનાવવા અને દેશ દુનિયા અને શહેરમાં દરેક સાથે ઊભા રહી શકીએ એવા સક્ષમ બનાવવા બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી અને સંપૂર્ણ રીતે સમર્પણ ભાવથી માતાપિતાનું અભિવાદન કર્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button