બૉલીવુડના પ્રથમ મહિલા સંગીતકાર કોણ?
બૉલીવુડના પ્રથમ મહિલા સંગીતકાર કોણ?
બૉલીવુડમાં સંગીતકારોની વાત નીકળે તો સેંકડો સંગીતકારોના નામ યાદ આવે પણ મહિલા સંગીતકારની વાત આવે તો ઉષા ખન્ના સીવાય બીજુ કોઈ નામ યાદ આવશે નહીં.
ઉષા ખન્નાનું સંગીતમાં બહુ મોટુ યોગદાન છે. ઉષાએ એકથી એક ચડીયાતી રચનાઓ આપી છે ઉષાએ લગભગ 30 વરસમાં સુપર દુપર સંગીતવાલી અનેક રચનાઓ આપી છે. પણ ઉષા પહેલા ત્રણ મહિલા સંગીતકાર બૉલીવુડમાં હતા.
બૉલીવુડના પ્રથમ મહિલા સંગીતકાર હતા. એક અભિનેત્રી હતા જેમનું નામ હતું બીબ્બો. આ અભિનેત્રીનું મુળ નામ ઈશરત સુલતાના હતું. અભિનેત્રી તરીકે તેઓ એટલા બધા પોપ્યુલર હતા કે એક ફિલ્મમાં તેમનું નામ લઈને ગીત પણ આવ્યું હતું તેમની માતાનું નામ હાફિજન બેગમ હહાફિજન બેગમ પ્રખ્યાત ગાયિકા હતા. સંગીત તેમને વારસામાં મળ્યું હતું.
1934 માં પોતાના પતિ સાથે મળીને રેઇનબો પિક્ચર કંપની સ્થાપી તેમને એક ફિલ્મ બનાવી ” અદલ એ જહાંગીર “, આ ફિલ્મનું સંગીત ઈશરતએ પોતે આપ્યું હતું આમ બૉલીવુડને પહેલા સંગીતકાર મળ્યા હતા ઘણા સંગીતકારો સાથે બને છે એમ બીબ્બોના ગીતો પણ ઝટ મળતા નથી બૉલીવુડના પ્રથમ મહિલા સંગીતકાર હોવા તરીકેનો સુવર્ણ ઇતિહાસ હોવા છતાં તેમની રચના શોધવા ફાંફા મારવા પડે છે એ અફસોસની વાત છે
1947 માં આ બીબ્બો ઉર્ફે ઈશરત પાક ચાલ્યા ગયા અને લગભગ 1969 સુધી અભીનેત્રી તરીકે સક્રિય રહ્યા 1972 માં આ પ્રથમ મહિલા સંગીતકાર અવસાન પામ્યા
બીજા મહિલા સંગીતકાર સરસ્વતીદેવી તરીકે જાણીતા છે. મુળ નામ ખોરસેદ મીનોચર હોમ ઓલ ઇન્ડિયા રેડીઓ પર બન્ને બહેનો કાર્યક્રમ આપતાં હતા ખોરસેદ અને માણેક બોમ્બે ટોકીજના હિમાંશુ રાઈએ બન્ને બહેનોને બોમ્બે ટોકીજ આવવાનું આમત્રંણ આપ્યું હિમાંશુ રોયે ખોરસેદને સરસ્વતીદેવી નામ આપ્યું
1936 માં અશોક કુમાર અને દેવિકારાણીની ફિલ્મ આવી અછૂત કન્યા તેનું ગીત મેં બન કી ચીડિયા આજે પણ સંગીત રસિકોમાં જાણીતું છે. સરસ્વતી દેવીમાં પ્રતિભા જબરજસ્ત હતી હિમાંશુ રોયે એમને અનેક તકો આપી મદદ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું
સરસ્વતી દેવીએ લગભગ 30 ફિલ્મોમાં સંગીત આપ્યું સરસ્વતી દેવીના ગીતો ખુબ જ લોકપ્રિય બન્યા હતા ખાસ બે ગીતોના ઉલ્લેખ વગર મજા નહી આવે
તમને જાણીને નવાઈ લાગશે “કોઈ હમદમ ના રહા ” ગીત કિશોર કુમારના નામે બોલે છે ઝૂમરુંના સંગીતકાર તરીકે કિશોર કુમાર હતા પણ આ ગીત મુળ ફિલ્મ જીવન નેયા 1936 માં અશોક કુમારે ગાયું હતું અને સંગીતકાર હતા સરસ્વતીદેવી પછી પાછળથી આ જ ગીત 1961 ની ઝૂમરું માટે કિશોર કુમારે ગાયું હતું
બીજું ગીત છે એક ચતુર નાર આ ગીત મુળ 1941ની ઝૂલા માટે અશોકકુમારે ગાયું હતું પછી 1968 ની પડોશન મા આ જ ગીત લેવામાં આવ્યું હતું
બીજા મહિલા સંગીતકાર હતા જદનબાઈ આ જદનબાઈ આપણી નરગીસના માતાજી થાય
1892 માં જન્મેલા જદનબાઈ ઓલરાઉડર હતા ગાયક સંગીતકાર નિર્દેશક નિર્માતા ડાન્સર અભિનેત્રી બધું જ હતા. જદનબાઈએ દેશભરમાં વિવિધ રેડીઓ સ્ટેશન પરથી ગીતો અને ગઝલોની સફલ રજુઆત કરી ઘણા રજવાડાઓમાં પણ તેમને આમત્રંણ મળ્યું હતું ઘણા બધા સંગીત કાર્યક્રમોંમાં જદનબાઈ ભાગ લઈ પોતાની રચનાઓ રજુ કરતા હતા