ક્રાઇમ

સૈયદપુરાની સુમેરા હાંસોટીની ધરપકડ કરતી ATS

સૈયદપુરાની સુમેરા હાંસોટીની ધરપકડ કરતી ATS
ગુજરાત ATSનું પોરબંદરમાં સર્ચ ઓપરેશન
ATSએ ઝડપેલા આરોપીને કોર્ટમાં રજૂ કરાશે
આરોપીઓને પોરબંદર ની કોર્ટમાં લઈ જવાની તૈયારી
આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ સહિતની પ્રક્રિયા કરાશે
સુરતઃ ગુજરાત ATSની ટીમે એક મોટું ઓપરેશન હાથ ધરીને આતંકી મોડ્યુલરનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATSએ મોટું ઓપરેશન હાથ ધરી આતંકી સંગઠન સાથે સંકળાયેલી એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ છે. ગુજરાત ATSએ પોરબંદરથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે એક મહિલાની સુરતથી અટકાયત કરી છે. આ મામલે DGP વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે.

વિકાસ સહાયે જણાવ્યું કે, કેટલાક લોકો પ્રતિબંધિત આતંકી સંગઠન ISKP સાથે જોડાયેલા હોવાની માહિતી મળી હતી. જે બાદ તાત્કાલિક સુરત સિટી અને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ATSની ટીમે સુરતથી સુમેરાબાનું નામની મહિલાની અટકાયત કરી હતી. તો પોરબંદરથી પણ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ, ટેબલેટ સહિતની વસ્તુઓ મળી આવી છે. જેની તપાસ કરતા સામે આવ્યું છે કે આ શખ્સો ISKP સાથે સંકળાયેલા છે.

તેમણે જણાવ્યું કે, સુમેરાબાનુના ઘરેથી પણ કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. જેનાથી એ સાબિત થાય છે કે તે પણ ISKP સાથે સંકળાયેલી હતી. પોરબંદરથી ઉમેદ નાસિર (શ્રીનગર), મહોમ્મદ હાજીમ શાહ (શ્રીનગર), હનાન હયાત શોલ (શ્રીનગર)ની અટકાયત કરવામાં આવી છે, જ્યારે સુમેરાબાનુ મહોમ્મદ સૈયદ મલિકની સુરતથી અટકાયત કરવામાં આવી છે. ઝૂબેર એહમદ મુનશી (શ્રીનગર)ની હાલ અટકાયત કરવાના બાકી છે.

અત્યાર સુધીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ તમામ કોસ્ટલ એરીયામાંથી અફઘાનિસ્તાન અને ઈરાન જવાના હતા. આ તમામ ISKPના મુખ્ય મોડ્યુલમાં ભળી જઈને તાલીમ લઈ અન્ય દેશમાં હુમલો કરવાના હતા, જેનો વીડિયો પણ તેઓએ બનાવેલો છે, તે મળી આવ્યો છે. ઝુબેર હજુ સુધી મળી આવ્યો નથી, શ્રીનગર પાલીસની મદદથી તેને પણ જલ્દીથી ઝડપી લેવામાં આવશે.

આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સૌથી પહેલા તો હું ગુજરાત પોલીસ, ગુજરાત એટીએસ, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાત પોલીસ ભૂતકાળમાં પણ આતંકવાદીઓના ષડયંત્ર પર પાણી ભેરવતી આવી છે. જે રીતે પીએમ મોદી અને અમિત શાહ દ્વારા દેશભરમાં આતંકીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. તેમની નીતિને અનુસરીને ગુજરાત પોલીસ એક પછી એક મહત્વની કામગીરી કરતી આવી છે. ગુજરાત પોલીસ દ્વારા આ ખૂબ મોટું મોડ્યુલ પકડવામાં આવ્યું છે, આની ઝીંણવટભરી તપાસ કરીને આની વધુ માહિતી ગુજરાત ATS દ્વારા આપને આપવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button