લાઈફસ્ટાઇલ

તમારો મોબાઈલ નંબર ઘણો અગત્યનો અને કિંમતી છે.

હમણાં હવે નવા જમાના પ્રમાણે ઓનલાઈન ફૂડ અને બીજી ચીજ વસ્તુઓ મંગાવવાનું ચલણ વધી ગયું છે. આ ફૂડ અને ચીજ વસ્તુઓની ડિલિવરી કરવા યુવાનો આવે છે આ યુવાનો પાસે આપણા ઘરની માતા બહેન દીકરીઓનો મોબાઈલ નંબર ઓટોમેટિક ચાલ્યો જાય છે. અને ડિલિવરી કરનાર યુવાનો ડિલિવરી કરવા સીધા ઘર સુધી આવી જાય છે. આમ આ ડિલિવરીમેન પાસે આપણા ઘરની માતા બહેનો દીકરીઓનો મોબાઈલ નંબર આવી જાય છે અને ઘર પણ આ ડિલિવરીમેન ડિલિવરી આપવા આવે છે તે વખતે જોઈ લે છે.બધા યુવાનો એવા હોતા નથી. પણ આજના જમાના પ્રમાણે ચેતતા રહેવું સારુ આજે બનતી ઘટનાઓમાંથી આપણે આટલો બોધપાઠ લેવા જેવો છે.

હમણાં બીજી થોડી ઘટનાઓ aa

 આપણા સુરતમાં આપણી આંખો ખોલી નાખનાર બની છે આપણા ઘરની મહિલાઓ સુરતના નામચીન જાણીતા બજારોમાં લેડીસ આઈટમો કટલરી આઈટમો ડ્રેસોની ખરીદી કરવા જાય છે તે વખતે દુકાનદાર હમણાં તમારો મનપસંદ કલર હાજરમાં નથી તમને ગમતી ડિઝાઇન પેટન હમણાં નથી તમારો ફોન નંબર આપી જાવ માલ આવસે એટલે ફોન કરી દઈશ. આ લોકોને કોઈ પણ હિસાબે તમારો મોબાઈલ નંબર આપશો નહીં. કેટલીક કંપનીઓ અને વ્યક્તિઓ આવા નંબરો હોલસેલમાં દુકાનદારો પાસેથી રૂપિયા ફેંકી ખરીદી લે છે એટલે તમારો મોબાઈલ નંબર ક્યાંનો ક્યાં પહોંચી જાય છે તેની તમને જરા પણ ખબર પડતી નથી

દુકાનદાર પણ પછી ધીમે ધીમે તમને મેસેજ મોકલશે ચેટ મોકલવાનું ચાલુ કરશે પછી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલશે. પછી બહાર મળવાનું કહેશે. પછી તમેં જાણો છો આના ઘણા ભયઁકર ખતરનાક પરિણામો આવી શકે છે એ તમે જાણતા જ હશો.

માટે મારી તમને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે ખાસ કરીને મહિલાઓ યુવતીઓને કે તમારો મોબાઈલ નંબર ખુબ જ કિંમતી અને અગત્યનો છે કોઈને પણ નંબર આપતાં પહેલા સો વાર વિચાર કરજો નહીં તો પસ્તાવાનો મોકો પણ નહીં મળે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button