સુરતના લિંબાયતમાંથી પ્રેમ લગ્નનો કરુણ અંજામ….
સુરતના લિંબાયતમાંથી પ્રેમ લગ્નનો કરુણ અંજામ સામે આવ્યું છે.પરિવારથી વિરુદ્ધ યુવતીએ પ્રેમી સાથે કોર્ટ મેરેજ કરી લીધા બાદ યુવકના પરિવાર દ્વારા બંનેના વિધિવત લગ્ન કરાવાઈ રહ્યા હતા. દરમિયાન લગ્નના એક દિવસ પહેલા હલ્દીની વિધિમાં યુવતીના પિતરાઈ ભાઈ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેની બહેન પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. જેને લઇ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાય તે પહેલાં જ તે મોતને પેઢી હતી. તો બીજી તરફ હુમલો કરનાર તેના પિતરાઈ ભાઈને સ્થાનિકો દ્વારા પકડી પોલીસની હવાલે કર્યો હતો. ઘટના અંગે લિંબાયત પોલીસને જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની જાણ થતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
બનાવની જાણ થતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
ભાઈએ કરી બહેનની હત્યા
સુરતના લિંબાયત વિસ્તારના આરડી ફાટક પાસે આવેલ રામેશ્વર સોસાયટી માંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં લગ્નમંડપમાં દુલ્હનના પિતરાઈ ભાઈએ જ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની બહેનની હત્યા કરી દેવામાં આવી હતી. લિંબાયતના રામેશ્વર સોસાયટીના ફ્લેટ નંબર 153 ખાતે રહેતો જીતેન્દ્ર ધાગાજી મહાજન કલ્યાણી પાટીલ નામની યુવતી સાથે લગ્ન થઈ રહ્યા હતા. બંને યુવક યુવતીના લગ્નની વિધિ ચાલી રહી હતી. મંગળવારે બંનેના લગ્ન થવા જઈ રહ્યા હતા અને તેની આગલી રાત્રે એટલે કે સોમવારે દુલ્હા દુલ્હનને હલ્દીની વિધિ ચાલી રહી હતી. આ દરમિયાન દુલ્હન કલ્યાણી પાટીલ નો પિતરાઈ ભાઈ મોનું પાટીલ ત્યાં આવીને તેની પિતરાઈ બહેન પર ચપ્પુ વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી.
પ્રેમ લગ્નનો કરુણ અંજામ
હત્યારની આ ઘટનામાં મળતી વિગત મુજબ છોકરો મહાજન સમાજનો છે અને યુવતી પાટીલ સમાજની છે. બંનેના પરિવાર લિંબાયતમાં જ રહે છે. દરમિયાન બંને છેલ્લા ઘણા સમયથી પ્રેમ કરતા હતા. જોકે યુવતીના પરિવાર જનો આ પ્રેમ સંબંધથી વિરુદ્ધ હતા. જેને લઇ બંને જીતેન્દ્ર અને કલ્યાણીએ એકાદ મહિના પહેલા કોર્ટ મેરેજ કરી લીધા હતા. જોકે કોર્ટ મેરેજ ના એક મહિનો વીતી ગયો હોવાથી યુવક યુવતીના વિધિવત લગ્ન કરવાનું નક્કી કરાયું હતું. જોકે બંને જણા વિધિવત લગ્નના બંધનમાં જોડાઈ તે પહેલા જ યુવતી કલ્યાણી પાટીલના પિતરાઈ ભાઈ મોનું પાટીલે મંડપમાં જ હુમલો કરી તેની બહેનની હત્યા કરી નાખતા પરિવારના મરજી વિરુદ્ધ થી થતા પ્રેમ લગ્નનું કરુણ અંજામ જોવા મળ્યું હતું.
એક મહિના પહેલા જ કોર્ટ મેરેજ કર્યા હતા
એક મહિના પહેલા જ કોર્ટ મેરેજ કર્યા હતા
સારવાર મળે તે પહેલા જ દુલ્હન મોતને ભેટી
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર યુવતી કલ્યાણીના તેના પ્રેમી જીતેન્દ્ર મહાજન સાથે વિધિવત લગ્ન યોજાઇ રહ્યા હતા. લગ્ન પૂર્વે ની હલ્દીની વિધિમાં મોટી સંખ્યામાં વરરાજા જીતેન્દ્ર મહાજનના પરિવારજનો અને સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન દુલ્હનનો પિતરાઈ ભાઈ મોનું પાટીલ અચાનક જ ત્યાં આવીને તેની બહેન કલ્યાણ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. વરરાજા કે તમામ પરિવારજનો કોઈ જ વિચાર કરે તે પહેલા ભાઈએ તેની બહેન પર હુમલો કરી દીધો હતો. જેને ગંભીર ઇજા પહોંચતા લગ્નમંડપમાં જ દુલ્હન ઢડી પડી હતી. દુલ્હાના પરિવારજનો ની સામે લોહીથી લથપથ દુલ્હન કણસતી રહી હતી. દુલ્હનને ખોળામાં ઊંચકી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. દરમિયાન 108 ત્યાં પહોંચી જતા યુવતીને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહી હતી. જોકે દુલ્હન હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોતને ભેટી હતી.
1 મહિના બાદ વિધવત રીતે પરિવાર લગ્ન કરવા તૈયાર થયું હતું
વરરાજાના પિતા ધાગાજી મહાજને જણાવ્યું હતું કે મારા ઘરે જ મારા છોકરાના લગ્ન હતા. છોકરી બીજા સમાજની હતી. મારા છોકરા સાથે એક મહિના પહેલા જ કોર્ટમાં લગ્ન થયા હતા. કોર્ટમાં લગ્ન પછી એકાદ મહિનાથી છોકરી અમારી સાથે જ રહેતી હતી. પરિવારની મરજી વિરુદ્ધ કોર્ટ માં લગ્ન કર્યા બાદ 1 મહિનાથી છોકરીના પરિવાર દ્વારા કોઈ તકલીફ ન આવતા અમે બંનેના સમાજની વિધિવત રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આવતીકાલે બંનેના લગ્ન હતા અને આજે હલ્દી નો પ્રોગ્રામ હતો. જેમાં તેના કાકાનો પુત્ર આવી હત્યા કરી નાખી.
બહેની હત્યા કરનાર પિતરાઈ ભાઈ મોનુ પાટીલ
બહેની હત્યા કરનાર પિતરાઈ ભાઈ મોનુ પાટીલ
પોલીસે હત્યારાની ધરપકડ કરી
બહેન પર ચપ્પુ વડે હુમલો કર્યા બાદ યુવકના પરિવાર દ્વારા તેના પિતરાઈ ભાઈને પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવાર દ્વારા બનાવ અંગે લિંબાયત પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હત્યા કરનાર યુવતીના ભાઈ મોનુ પાટીલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.