દેશ

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસને ડિફેન્સ નિકાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે મળ્યો ‘SIDM ચેમ્પિયન એવોર્ડ 2026’

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસને ડિફેન્સ નિકાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે મળ્યો ‘SIDM ચેમ્પિયન એવોર્ડ 2026’
નવી દિલ્હી: ભારતની અગ્રણી સંરક્ષણ ઉત્પાદક કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસને સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ નિકાસ કામગીરી બદલ સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ (SIDM) તરફથી ‘ચેમ્પિયન એવોર્ડ 2026’ એનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલા SIDMના 8મા વાર્ષિક સત્રમાં માનનીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે, ડિફેન્સ સેક્રેટરી શ્રી રાજેશ કુમાર સિંહ અને ડિરેક્ટર જનરલ (એક્વિઝિશન) શ્રી એ. અંબારાસુની ઉપસ્થિતિમાં આ સન્માન આપ્યું હતું.
અદાણી ડિફેન્સ વૈશ્વિક સ્તરે લશ્કરી અને કાયદા અમલીકરણ એજન્સીઓ માટે સ્મોલ-કેલિબર (નાના કદના) દારૂગોળાનું મોટા પાયે ઉત્પાદન કરે છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં આવેલું કંપનીનું મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ વાર્ષિક 30 કરોડ (300 મિલિયન) રાઉન્ડ દારૂગોળો બનાવવાની ક્ષમતા ધરાવે છે. અહીં આંતરરાષ્ટ્રીય સ્તરના નાટો (NATO) સ્ટાન્ડર્ડનો દારૂગોળો તૈયાર થાય છે, જે ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મજબૂત ટેકો આપે છે. કંપનીને ગત વર્ષે 2025માં પણ ડિઝાઇન અને ટેસ્ટિંગમાં શ્રેષ્ઠતા માટે આ એવોર્ડ મળ્યો હતો.
કાનપુર ખાતે આવેલ આ ફેસિલીટી સંપૂર્ણપણે આધુનિક છે, જેમાં ઓટોમેટેડ મેન્યુફેક્ચરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ક્વોલિટી ઇન્સ્પેક્શન અને ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. જેના કારણે જોખમી સામગ્રીના ઉત્પાદનમાં પણ માનવીય હસ્તક્ષેપ વિના સુરક્ષિત કામગીરી થાય છે. આ ઉપરાંત, અહીં NABL દ્વારા પ્રમાણિત અત્યાધુનિક બેલિસ્ટિક્સ ટેસ્ટિંગ રેન્જ પણ ઉપલબ્ધ છે.
આ પ્રસંગે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના સીઇઓ (CEO) આશિષ રાજવંશીએ જણાવ્યું હતું કે, “ભારતની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવાના અમારા પ્રયાસોને આ સન્માન મળ્યું તેનો અમને ગર્વ છે. અમારું લક્ષ્ય ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો બનાવીને વૈશ્વિક બજારો સુધી પહોંચાડવાનું છે. ડિફેન્સ અને સિક્યુરિટી ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા માટે અમે સ્વદેશી મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજીમાં રોકાણ ચાલુ રાખીશું.”
આ ચેમ્પિયન એવોર્ડ અગાઉ ૨૦૨૫માં અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના કાનપુર એમ્યુનિશન કોમ્પ્લેક્સને ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન માટે મળેલા ‘SIDM ચેમ્પિયન એવોર્ડ’ બાદ મળેલું અન્ય એક મહત્વનું સન્માન છે.
નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતની કુલ ડિફેન્સ નિકાસ 62.66% ના રેકોર્ડ ગ્રોથ સાથે ₹38,424 કરોડ પર પહોંચી છે. સરકારે વર્ષ 2029 સુધીમાં વાર્ષિક ₹50,000 કરોડની સંરક્ષણ નિકાસનો લક્ષ્યાંક રાખ્યો છે, જેમાં અદાણી ડિફેન્સ જેવી ખાનગી કંપનીઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button