Uncategorized

એસ સી એ પટેલ આર્ટસ કોલેજ સાધલી ના ગુજરાતી વિષયના પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી. થયા

એસ સી એ પટેલ આર્ટસ કોલેજ સાધલી ના ગુજરાતી વિષયના પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી. થયા
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી, વિંઝોલમાં જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા પટેલ કૃણાલકુમાર સુરેશભાઇએ ગુજરાતી વિષયમાં શ્રી કેળવણી મંડળ સાધલી દ્વારા સંચાલિત એસ. સી. એ .પટેલ આર્ટસ કોલેજ, સાધલીના ગુજરાતી વિષયના એસોસીએટ પ્રોફેસર ડૉ. ઈલિયાસ એ. આખલીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ ‘ ત્રણ સ્ત્રી લેખિકાઓની નવલકથાઓમાં નારી સંવેદના ( ઇલા આરબ મહેતા, વર્ષા અડાલજા અને સરોજ પાઠકના વિશેષ સંદર્ભે )’ વિષય પર તૈયાર કરેલ મહાશોધનિબંધને યુનિવર્સિટીએ માન્ય રાખી આદરણીય કુલપતિ પ્રો.ડૉ. હરિભાઈ કાતરિયા અને આદરણીય રજીસ્ટ્રાર અનિલભાઈ સોલંકીના વરદહસ્તે પી.એચ.ડી. ની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે બાહ્ય પરિક્ષક તરીકે સેન્ટ્રલ યુનિવર્સિટી, કુંઢેલાના ગુજરાતી વિષયના પ્રોફેસર અને અધ્યક્ષ ડો. અજયસિંહ ચૌહાણ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. વિપુલભાઈ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. આમ સાધલી આર્ટસ કોલેજના પ્રોફેસરે વધુ એક પી.એચ.ડી.ને સફળતા આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button