વ્યાપાર

નાણાંકીય વ્યવહારને વધુ સરળ અને સમજદારીભર્યો બનાવવા JioFinance એપમાં બે નવા ફીચર્સ: JioFinance+ અને JioFinance360

  • નાણાંકીય વ્યવહારને વધુ સરળ અને સમજદારીભર્યો બનાવવા JioFinance એપમાં બે નવા ફીચર્સ: JioFinance+ અને JioFinance360
  • આ નવા અને મહત્વપૂર્ણ ફીચર્સ વ્યક્તિગત નાણાંકીય માહિતી સાથે વિશેષ વેલ્યુ-બેક લાભોને જોડે છે, જેથી ગ્રાહકોને લાંબા ગાળાની નાણાંકીય સુખાકારી તરફ આગળ વધવામાં માર્ગદર્શન મળે અને આ સમગ્ર સફરના દરેક તબક્કે તેમને લાભ મળે
  • મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2026: જિયો ફાઇનાન્સ પ્લેટફોર્મ એન્ડ સર્વિસ લિમિટેડ (જેએફપીએસએલ), જે જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (જેએફએસએલ) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીએ આજે JioFinance એપ પર JioFinance+ અને JioFinance360 લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. શરૂ કરવામાં આવેલા આ બંને નવા ફીચર્સ ગ્રાહકોને તેમની નાણાંકીય સ્થિતિને વધુ સારી રીતે સમજવામાં અને સુધારવામાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ, વધુ સારા રિવોર્ડ્સ દ્વારા દરેક નાણાંકીય વ્યવહારમાં વધુ લાભ મેળવવાની તક પણ પૂરી પાડે છે.
  • JioFinance+: દરેક વ્યવહાર સાથે વિશેષ લાભ
  • JioFinance+ એક વ્યાપક અને પોતાની રીતે પ્રથમ પ્રકારનો મેમ્બરશિપ પ્રોગ્રામ છે, જે JioFinance માર્કેટપ્લેસ પર ઉપલબ્ધ પાત્ર ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ માટે વિશેષ લાભ આપે છે.
  • JioFinance+ની મુખ્ય વિશેષતા તેનું વેલ્યુ-બેક મોડેલ છે. આ મોડેલ હેઠળ પાત્ર માર્કેટપ્લેસ વ્યવહારોમાંથી પ્લેટફોર્મને મળતા કમિશનનો એક હિસ્સો ગ્રાહકો સાથે સીધા લાભના રૂપમાં વહેંચવામાં આવે છે. આથી JioFinance એપ પર કરવામાં આવતા નાણાકીય વ્યવહારો વધુ લાભદાયી બને છે.
  • શરૂઆતની ઓફર તરીકે પ્રથમ 365 દિવસ સુધી JioFinance+નો લાભ વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે. તેમાં મુખ્ય ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ પર નીચે મુજબના સીધા લાભ મળશે:
  • ખાતરીપૂર્વકનું કેશ વેલ્યુ-બેક: પર્સનલ લોન પર રૂ. 5,000 સુધી અને ક્રેડિટ કાર્ડ પર રૂ. 1,000 સુધીનો લાભ.
  • કિંમતી ધાતુ પર બોનસ: રૂ. 2,500 કે તેથી વધુની એકસામટી ખરીદી પર વધારાનું એક ટકા JioGold.
  • ઝડપી JioPoints: પ્લેટફોર્મ પરના તમામ પાત્ર વ્યવહારો પર 25% વધારાના JioPoints.
  • JioFinance360: તમારી નાણાકીય સ્થિતિ માટે સ્માર્ટ રિપોર્ટ કાર્ડ
  • વ્યક્તિગત નાણાંનું સંચાલન કરતી વખતે ઘણી વખત અલગ-અલગ બેન્ક ખાતાં, રોકાણો, લોન, ઇન્શ્યોરન્સ પોલિસીઓ અને નિયમિત ખર્ચ અલગ-અલગ પ્લેટફોર્મ પર ફેલાયેલા હોય છે. JioFinance એપમાં ઉપલબ્ધ JioFinance360 વ્યક્તિની નાણાકીય સ્થિતિના આ તમામ અલગ-અલગ પાસાંને એક જ સરળતાથી સમજી શકાય તેવા નાણાકીય સ્વાસ્થ્ય મૂલ્યાંકન પ્લેટફોર્મ પર લાવે છે. ઉદ્યોગમાં પ્રથમ પ્રકારની આ સુવિધા અનેક સ્રોતોમાંથી મળતા ડેટાને એકત્રિત કરે છે, જેમાં સંપત્તિ અને જવાબદારીઓ બંનેનો સમાવેશ થાય છે. આ તમામ માહિતીના આધારે વપરાશકર્તાઓ માટે વ્યક્તિગત નાણાકીય રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, જે તેમને વિનામૂલ્યે ઉપલબ્ધ થાય છે. લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLMs)ની મદદથી અલગ-અલગ અને જટિલ ડેટાનો સરળ સારાંશ તૈયાર કરવામાં આવે છે. તેની સાથે ઇન્ટેલિજન્ટ નિયમ આધારિત ઇનસાઇટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંનેના સંયોજનથી JioFinance360 વપરાશકર્તાઓને જ્યારે જરૂર હોય ત્યારે તેમની સ્થિતિને અનુરૂપ અને અમલમાં મૂકી શકાય તેવી ભલામણો આપશે.
  • આ સમગ્ર સુવિધાના કેન્દ્રમાં દરેક વપરાશકર્તા માટે વ્યક્તિગત નાણાંકીય સ્વાસ્થ્ય સ્કોર છે, જે 0થી 100 વચ્ચે હોય છે. દરેક વપરાશકર્તાનો નાણાંકીય સ્વાસ્થ્ય સ્કોર નીચેના પાંચ મુખ્ય આધારસ્તંભોના આધારે તેમની નાણાંકીય સ્થિતિનું મૂલ્યાંકન કરીને નક્કી કરવામાં આવે છે:
  • ખર્ચ: આવકની સરખામણીમાં ખર્ચનું પ્રમાણ, કટોકટીના સમયમાં ઉપયોગી ભંડોળ અને બચતની નિયમિતતાનું મૂલ્યાંકન કરીને રોકડ પ્રવાહની સ્થિતિ પર નજર રાખે છે. આ ઇનસાઇટ્સથી વધારાની રકમ, ખર્ચની રીતમાં આવેલા ફેરફારો તેમજ આવકમાંથી થતી બિનજરૂરી કપાતને ઓળખવામાં મદદ મળે છે. સાથે જ છુપાયેલા ચાર્જ અને નિયમિત સબ્સ્ક્રિપ્શનને ઓળખીને આવકનો બિનજરૂરી ઘટાડો અટકાવવામાં પણ મદદ મળે છે
  •  ઉધાર: દર મહિને ચૂકવવાની નિશ્ચિત જવાબદારીઓ અને ક્રેડિટ સ્કોરના અગાઉના રેકોર્ડમાં આવેલા વલણો પર નજર રાખીને તમારી લોનનું યોગ્ય સંચાલન કરવામાં મદદ કરે છે. સાથે જ ક્રેડિટ સ્કોર સુધારવા માટે અમલમાં મૂકી શકાય તેવી સૂચનાઓ પણ આપે છે.
  •  સંપત્તિ: રોકાણના પ્રમાણ અને વિશેષ પોર્ટફોલિયો ગુણવત્તા સ્કોર દ્વારા લાંબા ગાળે સંપત્તિ સર્જનનું મૂલ્યાંકન કરે છે. પોર્ટફોલિયોની કામગીરી, ખર્ચ અને તમારી રોકાણ પસંદગી મુજબ સંપત્તિની ફાળવણીનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. આ ઇનસાઇટ્સથી મ્યુચ્યુઅલ ફંડમાં એકસરખા રોકાણનું પુનરાવર્તન જેવી પોર્ટફોલિયોની બિનજરૂરી બાબતો દૂર કરવામાં મદદ મળે છે. રોકાણનું પ્રમાણ ઘટી રહ્યું હોય તો તેની પણ જાણકારી આપવામાં આવે છે.
  • સુરક્ષા/ઇન્શ્યોરન્સ: જીવન અને આરોગ્ય માટે જરૂરી આદર્શ ઇન્શ્યોરન્સ કવરેજની ગણતરી કરીને તમારી પાસે પૂરતું ઇન્શ્યોરન્સ કવર છે કે નહીં તેનું મૂલ્યાંકન કરે છે અને જ્યાં કવરેજમાં ખામી હોય તે બાબતોને ઉજાગર કરે છે.
  •  કર: આવકવેરા રિટર્ન ભરવાની સ્થિતિ પર નજર રાખીને અને કર બચાવવાની એવી સંભવિત તકો અંગે માહિતી આપીને કર આયોજનને સરળ બનાવે છે, જેનો હજુ ઉપયોગ કરવામાં આવ્યો ન હોય.
  • આ લોન્ચ અંગે જિયો ફાઇનાન્સ પ્લેટફોર્મ એન્ડ સર્વિસ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુરભિ એસ. શર્માએ જણાવ્યું હતું કે, “JioFinance+ અને JioFinance360નું લોન્ચિંગ દરેક ભારતીયને મોટા પાયે ઇન્ટેલિજન્ટ ફાઇનાન્સ સર્વિસીસ સુધી સરળતાથી પહોંચ ઉપલબ્ધ કરાવવાના અમારા મિશનમાં એક મહત્વપૂર્ણ પગલું છે. JioFinance+ સાથે અમે એક વ્યાપક મેમ્બરશિપ મોડેલ રજૂ કરી રહ્યા છીએ, જેમાં પાત્ર દરેક વ્યવહાર પર પ્લેટફોર્મને મળતી કમિશનની આવકનો એક હિસ્સો વેલ્યુ-બેકના રૂપમાં સીધો ગ્રાહકો સાથે વહેંચવામાં આવે છે. આ અમારા ગ્રાહકો સાથે સહિયારા વિકાસ માટેની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે લાંબા ગાળાના સંબંધોને મજબૂત બનાવવામાં અને અંતિમ ગ્રાહક માટેના વ્યવહાર ખર્ચને ઘટાડવામાં મદદ કરશે. સાથે જ JioFinance360 ગ્રાહકોને તેમની નાણાંકીય સ્થિતિનું વ્યાપક અને ઝીણવટભર્યું ચિત્ર સમજવામાં સક્ષમ બનાવશે તથા તેમની લાંબા ગાળાની આર્થિક સુખાકારી સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવા પ્રોત્સાહિત કરશે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button