દેશ

ન્યૂયોર્કમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત

ન્યૂયોર્કમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત
ફીસાનાના પ્રમુખ સુરેશ પટેલ અને ચેરમેન પિયુષ પટેલે પુષ્પગુચ્છ અર્પણ કર્યો
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનુ ન્યુયોર્ક શહેરમાં ફીસાના ના પ્રમુખ સુરેશ પટેલ (દિવેર -વડોદરા) તથા ચેરમેન પિયુષ પટેલે ફ્લાવર આપી સ્વાગત કર્યું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવકારવા ઇન્ડિયન અમેરિકન ગુજરાતી કોમ્યુનિટી દ્વારા અમેરિકામાં જાહેર કાર્યક્રમ રાખ્યો.
હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમેરિકાની મુલાકાતે ગયેલા છે ન્યૂયોર્ક શહેરમાં ફેડરેશન ઓફ ઈન્ડો અમેરિકન સિનિયર એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (ફિશાના) ના પ્રમુખ સુરેશ પટેલ (દિવેર) અને ચેરમેન પિયુષ પટેલે મુખ્યમંત્રીની મુલાકાત લીધી અને ફ્લાવર તથા પત્ર આપી સ્વાગત કર્યું.
તારીખ 22 ઓગસ્ટના રોજ ફીસાના અને અન્ય એસોસિયન્સ દ્વારા જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગરવી ગુજરાત ગ્લોબલ ન્યુ જર્સી ના ઇન્ડિયન અમેરિકન ગુજરાતી કોમ્યુનિટીના લોકો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશાળ મેદની થી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને પોતાના સંબોધનમાં ગુજરાતના વિકાસમાં ફાળો આપતા રહેવા માટે સૌનો આભાર માન્યો હતો અને તેઓએ આમંત્રણ આપતા જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં ગુજરાતમાં ભરાનાર વાઇબ્રન્ટમાં આપ સૌ પધારી સહયોગ આપશો.
ફીસાના ના પ્રમુખ સુરેશ પટેલ વડોદરા જિલ્લાના દિવેર ગામના વતની છે અને છેલ્લા 40 વર્ષથી અમેરિકાના ન્યૂજર્સીમાં રહે છે, અને અવારનવાર વતન વડોદરા તથા દિવેર ની મુલાકાત લે છે. સુરેશ પટેલ ફીસાના ના 15 એસોસિએશન અને બ્રિજ વોટર સિનિયર કાઉન્સિલ ના પણ પ્રમુખ છે. જે શિનોર, વડોદરા અને ગુજરાત માટે ગૌરવની વાત છે. હાલ અમેરિકા સ્થિત દિવેરના પૂર્વ સરપંચ રાજેન્દ્ર પટેલના તેઓ નાના ભાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button