ગુજરાત

શિનોરમાં PM કિસાન યોજનાના 24મા હપ્તાની ઉજવણી વચ્ચે વિધવા ખેડૂત હપ્તાથી વંચિત!

  • શિનોરમાં PM કિસાન યોજનાના 24મા હપ્તાની ઉજવણી વચ્ચે વિધવા ખેડૂત હપ્તાથી વંચિત!
  • 11,833 ખેડૂતોના ખાતામાં રૂ. 2.37 કરોડ જમા થશે, રેકોર્ડ રેગ્યુલર હોવા છતાં 72 વર્ષીય મધુબેન પટેલને 23મો હપ્તો ન મળતાં તંત્રની કામગીરી સામે સવાલો
  •  શિનોર તાલુકામાં આજ રોજ તારીખ 30 ઓક્ટોબર 2026 સવારે 9:30 કલાકે એકી સાથે પીએમ કિસાન ઉત્સવ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી અને ભીલડી (બનાસકાંઠા) ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી દેશ વ્યાપી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સહાય યોજનાનો 24 મો હપ્તો જમા થયો હતો.
  •   શિનોર તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા શિનોર તાલુકાના છાણભોઈ, સીમડી, મોટા ફોફળિયા અને માલસર મુકામે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી સૌને પ્રધાનમંત્રી પીએમ કિસાન સહાય યોજના ના 24 માં હપ્તા ના વિતરણ સાથે માહિતગાર કરવામાં આવ્યા હતા.
  •   તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા આ કાર્યક્રમ પૂરો થયા પછી પધારેલા તમામ ખેડૂતો માટે જમણવારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે ઘણી જગ્યાએ પૂરતો પ્રચાટ અને પ્રસાર થયો ના હોવાના કારણે ખેડૂતોની સંખ્યા ઘણી ઓછી હતી એવું દેખાઈ આવતું હતું. તાલુકા અમલીકરણ સમિતિ માં કોણ અધ્યક્ષ અને સભ્યો હોય છે તેની માહિતી આયોજકોને ખબર નહોતી.
  •   શિનોર તાલુકાના સાધલી મુકામે રહેતા અને કરજણ તાલુકાના વેમાર ગામે ખેતી ધરાવતા 72 વર્ષના વિધવા મધુબેન પટેલ ને 18 એપ્રિલ 2024 થી રજીસ્ટ્રેશન કરાવેલ હોવા છતાં તારીખ પાંચ જાન્યુઆરી 2026 ના રોજ પાંચમો હપ્તો મળ્યા પછી 23 મો હપ્તો મળ્યો નહોતો અને તે બાબતે ગ્રામસેવક તથા તાલુકા વિકાસ અધિકારી કરજણ જાણ કરતાં કોમ્પ્યુટરમાં તેઓનો રેકોર્ડ રેગ્યુલર બતાવતો હતો અને હપ્તો પ્રોસેસમાં છે ,તેમ કોમ્પ્યુટર બતાવતું હતું થતો આજ દિન સુધી 23 મો હપ્તો મળ્યો નહોતો એ કડવી હકીકત છે. સંબંધિત તંત્ર સીનીયર સીટીઝન અને વિધવા મધુબેન ને આ 23 માં હપ્તા અને 24 માં હપ્તા બાબતે તપાસ કરી ઘટતું કરે એવી માંગ છે.
  •    જોકે ઘણા ખેડૂતોને અગાઉ હપ્તા મળતા હતા, પરંતુ ગમે તે કારણસર પાછળથી કેન્સલ થઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.તેના કારણની પણ જાણ કરાતી નથી.
  • પીએમ કિસાન ઉત્સવ દિવસની આ ઉજવણીમાં જમણવાર સહિતનો અન્ય ખર્ચો મોંઘવારીના જમાનામાં ખેડૂતો જ્યારે પાયમાલ થઈ રહ્યા છે ,ત્યારે આ ઉજવણી ફારસ સ્વરૂપ બની રહી છે, એમ ઘણા ખેડૂતો બોલી રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button