ગુજરાત

સુરત રેલવે સ્ટેશન પર પરિવારથી વિખૂટી પડેલી બાળકીનું ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા પરિવારને સુરક્ષિત સોંપાઈ

સુરત રેલવે સ્ટેશન પર પરિવારથી વિખૂટી પડેલી બાળકીનું ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા પરિવારને સુરક્ષિત સોંપાઈ
સુરત:સોમવાર: સુરત રેલવે સ્ટેશન પર પરિવારથી વિખૂટી પડેલી એક બાળકીને ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી અને તેનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પર એક માતાએ પોતાની બાળકી પરિવારથી છૂટી પડી ગયા અંગે ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમને જાણ કરી હતી. જેથી CHL ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે રેલવે સ્ટેશન પર સ્પીકર પર જાહેરાત કરાવવામાં આવી હતી. આ ઉપરાંત, પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારોમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન પ્લેટફોર્મ નંબર-૧થી અન્ય પ્લેટફોર્મ તરફ જતા બ્રિજ પાસેથી બાળકી બિનવારસી હાલતમાં મળી આવી હતી. બાળકી પાણી પીવા જતી વખતે રસ્તો ભૂલી ગઈ હતી. ટીમે ત્વરિત સતર્કતા દાખવી બાળકીને સુરક્ષિત સ્થળે લઈ જઈ તેનું પ્રાથમિક કાઉન્સેલિંગ કર્યું હતું અને તેને હિંમત આપી હતી.
બાદમાં બાળકીની માતાને CHL કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં જરૂરી પ્રક્રિયા અને બાળ સુરક્ષા અંગેના માર્ગદર્શન બાદ બાળકીને તેના પરિવારને સોંપવામાં આવી હતી. પોતાની વ્હાલી દીકરીને સહીસલામત પરત મેળવીને માતાએ ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button