ધર્મ દર્શન

ઉપાસના ધામ, વેમાર તીર્થે જળ ઝીલણી એકાદશી, સદગુરુ સાધુ પૂ.રતિકાકા નો 88મો પ્રાગટય પર્વે અને માસિક કીર્તન સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું

ઉપાસના ધામ, વેમાર તીર્થે જળ ઝીલણી એકાદશી, સદગુરુ સાધુ પૂ.રતિકાકા નો 88મો પ્રાગટય પર્વે અને માસિક કીર્તન સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું
અનુપમ મિશનના પૂ.અશ્વિન દાદા વિદેશની ધર્મ યાત્રા પછી વેમાર પધારતા ઉલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું
ત્રિભુવન મંડળ તરીકે જાણીતા વડોદરા, વેમાર અને અંકલેશ્વર સત્સંગ મંડળ દ્વારા તારીખ 22 સપ્ટેમ્બર 2026 ના રોજ વેમાર ઉપાસના ધામ મુકામે જળ ઝીલણી જેને પરિવર્તની એકાદશી, વામન એકાદશી અને ઝૂલણી એકાદશી તરીકે ઉજવાય છે, ત્યાં જળ ઝીલણી એકાદશી ઉત્સવ 2026 ને સંતોના સાનિધ્યમાં ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અનુપમ મિશન ના સદગુરુ સાધુ પૂ.રતિકાકાના 88માં પ્રાગટય પર્વ ની ઉજવણી સાથે હરિભક્તો એ તેઓના જીવનના સદગુણો ની વાત કરી. પરમ પૂજ્ય અશ્વિન દાદાએ આશીર્વાદ આપતા આ પ્રસંગે જણાવ્યું કે એકબીજા હરિભક્તો માં સુહૃદભાવ રાખી તેઓના અવગુણો – પૂર્વગ્રહો છોડી તેઓના સારા ગુણો નો વિચાર કરી, હરિભક્તોમાં ભગવાન અને ગુરુ સાથેના સંબંધના મહિમાનો વિચાર કરી આપણા જીવનમાં પણ પરિવર્તન લાવીએ, તો આ પરિવર્તની એકાદશી સફળતાપૂર્વક ઉજવી કહેવાય , તેવી સુંદર માર્મિકતા સાથે આશિષ આપ્યા.
આ પર્વે વેમાર મંદિરની માસિક કીર્તન આરાધના પણ આજે યોજવામાં આવી હતી. જેમાં ભક્તો ભાવવિભોર બન્યા હતા. સંત ભગવંત સાહેબજી ના દિવ્ય સાનિધ્યમાં સદગુરુ પરમ પૂજ્ય અશ્વિન દાદા ,પૂજ્ય સંતો તથા પ્રાદેશિક સંતો ના દર્શન તથા આશીર્વાદ નો લાભ ત્રણેય મંડળના હરિભક્તોને મળ્યો હતો.
ભગવત ગીતા ના સાર રૂપે કરિશ્યે વચનમ તવ મુજબ ભગવાન અને ગુરુ ના વચને જીવન સૌનું બની રહે* તેવા સુંદર આશીર્વાદ આપ્યા.
આ સમૈયો વેમાર, વડોદરા અને અંક્લેશ્વર એમ ત્રિભોવન મંડળે સુંદર વ્યવસ્થા અને આનંદ ઉત્સાહ થી હરિભક્તોની સાથે ઉજવ્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button