ગુજરાત

જૂની જીથરડી ગામના વિકાસ માટે ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે વિવિધ સાધનો અપાયા

✍🏻 હસમુખ પટેલ સાધલી

કરજણ તાલુકામાં જૂની જીથરડી ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ દિવ્યા હરનિશ પટેલ તથા ઉપસરપંચ રીંકલ પટેલ અને બોર્ડ દ્વારા ગામમાં અવિરત વિકાસના કામો ચાલુ રાખેલા છે, અને ગામમાં દરેક ફળિયામાં પાકા રસ્તાઓ, પેવર બ્લોક ના રસ્તાઓ, ગટર વ્યવસ્થાની વ્યવસ્થા દરેક ફળિયા ના નામો લાઈટોની વ્યવસ્થા સહિત ગ્રામજનોને જરૂરિયાતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. અને તાલુકામાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે અગ્રેસર બનેલ છે.
ગામની ભાગોળે વિશાળ સ્વચ્છ અને ચોખ્ખુ કમ્પાઉન્ડ અને આવકાર આપતું કળા કૃતિવાળું ભવ્ય આર્કિટેકે બનાવેલ સ્ટેચ્યુ મુકાયેલ છે. ગામની સુવિધામાં વધારો કરતા સાધનો તારીખ 26 નવેમ્બર 2026 ના રોજ કરજણ તાલુકા પંચાયત કચેરી મુકામેથી ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ ના હસ્તે જૂની જીથરડી ગામના મહિલા સરપંચ દિવ્યા પટેલને નવીન પાણીનું ટેન્કર ,ઈલેક્ટ્રીક કચરા કલેક્શનનું વાહન , અને ટ્રેકટર નું નવું ટ્રેલર આપવામાં આવેલ છે ,આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જોસનાબેન રબારી ,તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન રાણા હાજર રહ્યા હતા. જૂની ચૂંટણી ના ગ્રામજનો દ્વારા ધારાસભ્ય નો આભાર માનવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button