ગુજરાત
પંખુરી કીડ્સ સ્કુલ માં “ગણતંત્ર દિન”ની ઉજવણી

પંખુરી કીડ્સ સ્કુલ માં “ગણતંત્ર દિન”ની ઉજવણી
ભારત દેશ ના 76માં ગણતંત્ર દિનની ઉજવણી પંખુરી કીડ્સ સ્કુલમાં ખુબ ઉત્સાહથી કરવામાં આવી હતી. જેમાં શાળાના નાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇ દેશભક્તિ નૃત્ય કર્યા હતા તેમજ દેશપ્રેમ ના ગીતો ગાઈને તિરંગા ને સલામી આપી હતી. ઉપરાંત નાના ભૂલકાઓએ પરેડ તથા રંગ પૂરણી હરીફાઈમાં ભાગ લઈ રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી.