ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શારદીય નવરાત્રિ પર્વમાં આદ્ય શક્તિ માં અંબાજી ના દર્શન અર્ચન કર્યા

- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શારદીય નવરાત્રિ પર્વમાં આદ્ય શક્તિ માં અંબાજી ના દર્શન અર્ચન કર્યા
- ગુજરાત સતત વિકાસ અને સમૃદ્ધિના શિખરો સર કરે તેવી પ્રાર્થના સાથે મુખ્યમંત્રીશ્રીએ જગતજનની માઁ જગદંબા ના ચરણોમાં શીશ ઝુકાવ્યું

- શારદીય નવરાત્રિના આઠમા નોરતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચીને જગતજનની માઁ અંબેના ચરણોમાં ભાવપૂર્વક શીશ ઝુકાવ્યું હતું.
- મહા અષ્ટમીના પવિત્ર અને ફળદાયી અવસરે મુખ્યમંત્રીશ્રીએ સુપ્રસિદ્ધ ૫૧ શક્તિપીઠ પૈકીના મુખ્ય એવા અંબાજી મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
- શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે જગતજનની માઁ જગદંબાની વિશેષ પૂજા અને આરતી મુખ્યમંત્રીશ્રીએ સંપન્ન કરી હતી.
- આ અવસરે તેમણે સૌની સુખાકારી, નિરામય સ્વાસ્થ્ય અને સર્વાંગી પ્રગતિ માટે માઁ અંબેના ચરણોમાં ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.
- ગુજરાત સતત વિકાસના નવા આયામો સર કરે, રાજ્યમાં શાંતિ, સમરસતા અને સમૃદ્ધિ કાયમ રહે તથા વિકાસ ની યાત્રાને માઁ આદ્યશક્તિના આશીર્વાદ સદાય મળતા રહે તેવી મંગલકામના મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
- દર્શન-પૂજન બાદ મુખ્યમંત્રીશ્રીએ નવરાત્રિ પર્વ દરમિયાન દૂર-દૂરથી અંબાજી ધામ દર્શને આવતા માઈભક્તો માટે કરવામાં આવેલી સુવિધાઓ, સુરક્ષા અને દર્શન વ્યવસ્થા અંગે જિલ્લા વહીવટી તંત્ર પાસેથી જાણકારી મેળવી હતી. આ પ્રસંગે સ્થાનિક જનપ્રતિનિધિઓ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા તેમજ દેવસ્થાન ટ્રસ્ટના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસરમાં ઉપસ્થિત વિશાળ શ્રદ્ધાળુ સમુદાયે જય અંબેના જયઘોષ સાથે મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.




