ગુજરાત

શિનોર તાલુકા વિકાસ અધિકારી મહેશ વિરાણીની માત્ર સાત મહિનામાં બદલી

શિનોર તાલુકા વિકાસ અધિકારી મહેશ વિરાણીની માત્ર સાત મહિનામાં બદલી
તાલુકા પંચાયત ના સ્વચ્છ ભારત મિશનના સિવિલ એન્જિનિયરે લીધેલ લાંચ કારણભૂત હોઈ શકે
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યપાલના હુકમથી( દિલીપ નાઈ) સરકારના ઉપસચિવ દ્વારા શિનોરના તાલુકા વિકાસ અધિકારી મહેશ પરસોત્તમભાઈ વિરાણી ની તાત્કાલિક અસરથી બદલી, ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત વલસાડ મુકામે કરવાનો હુકમ થતાં શિનોર તાલુકામાં ચર્ચા જાગેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર ના ટીડીઓ તરીકે મહેશ વિરાણીની એપ્રિલ 2026 માં નિમણૂક કરવામાં આવી હતી અને માત્ર સાત મહિનામાં એકાએક બદલી કરાતા ચર્ચાનો વિષય બનેલ છે કારણ કે તાજેતરમાં જ તારીખ 6 ઓક્ટોબરના રોજ શિનોર તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશન ના કરાર આધારિત સિવિલ એન્જિનિયર નિધિ રમેશભાઈ તડવી ₹25,000 ની લાંચ લેવાના કિસ્સામાં તેઓના વચેટીયા આસુતોષ પાઠકની એસીબીએ ધરપકડ કરી હતી. અને આ નિધિ તડવીએ જે તે કોન્ટ્રાક્ટરને મેસેજ કરીને આ રકમ 9 ટકા એટલે કે ₹25,000 માં 1 ટકો ઓડિટ ,2 ટકા સાહેબ, 1 ટકો બ્લોક કસ્ટર, 1 ટકો સરપંચ ,અને 1 ટકો તલાટીને આપવાનું જણાવેલ હતું. જેના છાંટા સાહેબ તરીકે આ તાલુકા વિકાસ અધિકારીને ઉડી શકે તેમ હોય શકે જેથી એકાએક બદલી કરાયાની ચર્ચા ઉઠેલ છે. માત્ર સાત માસમાં બદલી એ ચર્ચાનો વિષય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button