લોક સમસ્યા

શિનોર-માલસર રોડની મુદત પૂરી થયા 9 મહિના છતાં કામ અધૂરું

  • શિનોર-માલસર રોડની મુદત પૂરી થયા 9 મહિના છતાં કામ અધૂરું
  • સાધલી-પોર ₹57 કરોડના રોડનું ખાતમુહૂર્તને વર્ષ પૂર્ણ, છતાં કામ શરૂ નહીં
  • વડોદરા જિલ્લાના સાધલી થી પોર ના રૂપિયા 57 કરોડના ખર્ચે મંજુર થયેલ રસ્તાનું ગત તારીખ 22 સપ્ટેમ્બર 2025 ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેની મુદત પુરી થઇ છતાં પૂરો થતો નથી અને હજુ ક્યારે પૂરો થશે, તે કાંઈ નક્કી નથી.
  •  તેવી જ રીતના શિનોરથી માલસર રોડને પહોળો કરી મજબૂતી કરણ કરી 7 મીટર થી 10 મીટર કરવા રૂપિયા 5 કરોડ 14 લાખ ઉપરાંત થી મંજૂર થયેલ છે ,જેનું કામ તારીખ 1 સપ્ટેમ્બર 2025 થી શરૂ કરવાનું હતું અને તારીખ 31 ડિસેમ્બર 2025 ના રોજ પૂરું કરવાનું હતું . રુદ્રા ઇન્ફા પ્રોજેક્ટ દ્વારા આ કામ રાખવામાં આવ્યું હતું અને જ્યારથી કામની શરૂઆત કરેલ છે ,ત્યારથી આજ દિન સુધી કોઈ પણ કામ પૂરું કરેલ નથી. છતાં પણ કુંભકર્ણ ની નિંદ્રામાં પોઢેલ રાજ્ય સરકાર ના માર્ગ અને મકાનનું તંત્ર એરકન્ડિશન રૂમમાં બેસીને હજુ પણ બગાસા ખાવા માંથી ઊંચું આવતું નથી. ડામર વગરના આ બંને રસ્તાઓ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા કે તંત્ર દ્વારા પાણી છાંટવાની તસ્દી પણ લીધેલ નથી, જેના કારણે આજુબાજુની ખાણી-પીણીની દુકાનો અને ખેતરોમાં માટીના થર પાક ઉપર જામ્યા છે. ખેડૂતો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ,છતાં પણ એજન્સી ઉપર નજર રાખનારા નાયબ કાર્યપાલક ઇજનેર સબ ડિવિઝન ડભોઇ, નાયબ કાર્યપાલક ઇજનેર જિલ્લા વિભાગ વડોદરા, અને કાર્યપાલક ઇજનેર જિલ્લા માર્ગ મકાન વિભાગ વડોદરા દ્વારા જાહેર ખુલાસો કર્યા વગર એજન્સી નો બચાવ થઈ રહ્યો છે. કામ પૂરું કરવાની મુદત બંને રોડોની પૂરી થઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા કયા કારણસર રહેમ નજર રાખવામાં આવે છે અને બીજી તરફ લોકોને હેરાનગતિમાં મૂકવામાં આવે છે તેનું નક્કર કારણ સમજાતું નથી. માત્ર ચાર માસમાં એજન્સી એ શિનોર માલસર રોડ નું કામ પૂરું કરવાનું હતું. કરજણ- શિનોર વિસ્તારના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, ધારાસભ્ય, સાંસદ સભ્ય પણ આ બાબતે સદંતર નિષ્ક્રિય રહ્યા છે. સાધલી થી પોર રૂપિયા 57 કરોડના ખર્ચે બનતો રસ્તો અને શિનોર થી માલસર રૂપિયા 5 કરોડ ઉપરાંતના ખર્ચે બનતો રસ્તો આજ દિન સુધી બન્યો નથી, એ કડવી હકીકત છે. અને ચૂંટાયેલા નેતાઓ જે સેવા સમર્પણ અભિયાન માં જોડાયા છે, તેઓ માટે શરમજનક છે. આ પંથકની જનતા પણ હજુ જાગૃત બનેલ નથી, એ દેખાઈ આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button