ગુજરાત

સુરતમાં 2026ની સૌથી મોટી નવરાત્રિની ઉજવણી – ‘દિલ સે નવરાત્રી’ સાથે બુકમાયશો પર બુકિંગ શરૂ

સુરતમાં 2026ની સૌથી મોટી નવરાત્રિની ઉજવણી – ‘દિલ સે નવરાત્રી’ સાથે બુકમાયશો પર બુકિંગ શરૂ
સુરત : ઢોલના તાલ, ગરબાની ધૂમ અને તહેવારી માહોલ સાથે સુરત નવરાત્રિની નવ રાતોની ભવ્ય ઉજવણી માટે તૈયાર છે. બુકમાયશો દ્વારા ‘દિલ સે નવરાત્રી’ અભિયાન હેઠળ દેશભરમાં 1,000થી વધુ નવરાત્રિના કાર્યક્રમો અને 20થી વધુ બેન્ક ઓફર્સ રજૂ કરવામાં આવ્યા છે. સુરતમાં પણ ગરબા, રાસ, લાઇવ સંગીત અને પરિવાર સાથે ઉજવણી માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. તમામ કાર્યક્રમોની ટિકિટ બુકિંગ બુકમાયશો પર ઉપલબ્ધ છે.
સુરતમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમોમાં કેસરિયા નવરાત્રી 4.0નો સમાવેશ થાય છે, જે 11થી 20 ઓક્ટોબર દરમિયાન કેસરિયા ડોમ, સુરત ખાતે યોજાશે. ધ ઓજી નવરાત્રી 2026 એટ સરસાણા એસી ડોમ 11થી 20 ઓક્ટોબર દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર, સુરત ખાતે યોજાશે. યશવી નવરાત્રી 3.0 વિથ પૂર્વા મંત્રી 11થી 20 ઓક્ટોબર દરમિયાન યશવી નવરાત્રી એસી ડોમ, સુરત ખાતે યોજાશે, જ્યારે યશવી નવરાત્રી વિથ ફાલ્ગુની પાઠક પણ યશવી નવરાત્રી એસી ડોમ, સુરત ખાતે યોજાનાર છે. ગુજરાત ગરબા ગેલેક્ષી 2026 11થી 20 ઓક્ટોબર દરમિયાન એકતા લૉન, ધ ગ્રાન્ડ ભગવતી, સુરત ખાતે યોજાશે. મંડલી ગરબા 2026, સુરત 11થી 20 ઓક્ટોબર દરમિયાન બોકેટો રેસ્ટ્રો, સુરત ખાતે પરંપરા અને સંગીતનો સંગમ રજૂ કરશે. પ્રી-નવરાત્રિ ઉજવણીમાં શ્વેત રાત્રી 8થી 11 ઓક્ટોબર દરમિયાન કોહિનૂર ફાર્મ, સુરત ખાતે યોજાશે. વનરાત્રી – ધ ફોરેસ્ટ ગરબા એક્સપિરિયન્સ 4 ઓક્ટોબરે વાયપીડી વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, સુરત ખાતે યોજાશે. આ ઉપરાંત ઝંકાર નવરાત્રી 2026 11થી 20 ઓક્ટોબર દરમિયાન નીલગીરી ગ્રાઉન્ડ, સુરત ખાતે યોજાશે.
ગરબાના તાલે ઝૂમવા માટે પરિવાર અને મિત્રો સાથે તૈયાર થઈ જાઓ. ઉપરોક્ત તમામ કાર્યક્રમોની ટિકિટ બુકિંગ હવે બુકમાયશો પર ઉપલબ્ધ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button