ગુજરાત

સુરત ગ્રામ્ય ટ્રાફિકના એ.એસ.આઈ. વતી રૂ.૯ હજારની લાંચ લેતાં ખાનગી કોન્ટ્રાક્ટર ઝડપાયો

  • સુરત ગ્રામ્ય ટ્રાફિકના એ.એસ.આઈ. વતી રૂ.૯ હજારની લાંચ લેતાં ખાનગી કોન્ટ્રાક્ટર ઝડપાયો
  • એક ટ્રક દીઠ રૂ.૧,૫૦૦ લેખે છ ટ્રકોના રૂ.૯,૦૦૦ નક્કી કરાયા હતા; એ.સી.બી.એ માંડવી રોડ પર કરંજ ટોલનાકા પાસેની સહયોગ હોટલ ખાતે ગોઠવેલી ટ્રેપમાં કાર્યવાહી કરી
  • સુરત : સુરત ગ્રામ્ય જિલ્લાના ટ્રાફિક વિભાગના આર્મ્ડ એ.એસ.આઈ. વતી છ ટ્રકોની અવરજવર દરમિયાન હેરાનગતિ નહીં કરવા માટે રૂ.૯,૦૦૦ની લાંચ સ્વીકારવાના કેસમાં એ.સી.બી.એ એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આ કેસમાં એ.એસ.આઈ.ની ભૂમિકા પણ સામે આવી છે. વડોદરા ગ્રામ્ય એ.સી.બી.ની ટીમે લાંચના છટકાનું આયોજન કરીને આ કાર્યવાહી કરી હતી.
  • એ.સી.બી.ના જણાવ્યા અનુસાર, આ કેસમાં ફરિયાદી એક જાગૃત નાગરિક છે. ફરિયાદીના મામા છૂટક અને જથ્થાબંધ રેતી-કપચીનો વ્યવસાય કરે છે, જેની દેખરેખ ફરિયાદી રાખતા હતા. આ વ્યવસાયમાં કુલ છ ટ્રકો કાર્ટિંગ માટે કાર્યરત હતી. આ ટ્રકોને રસ્તામાં રોકીને હેરાન કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે.
  • આ હેરાનગતિ નહીં કરવા માટે સુરત ગ્રામ્ય ટ્રાફિકમાં ફરજ બજાવતા આર્મ એ.એસ.આઈ. કિરણભાઈ રમણભાઈ રોહિત વતી ખાનગી વ્યક્તિ અમીતકુમાર નગીનભાઈ પ્રજાપતિએ એક ટ્રક દીઠ રૂ.૧,૫૦૦ લેખે છ ટ્રકો માટે કુલ રૂ.૯,૦૦૦ની લાંચની રકમ નક્કી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
  • ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એ.સી.બી.એ તા.૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન માંડવી રોડ પર કરંજ ટોલનાકા પાસે આવેલી સહયોગ હોટલ ખાતે ખાનગી વ્યક્તિ અમીતકુમાર પ્રજાપતિએ એ.એસ.આઈ. વતી રૂ.૯,૦૦૦ની લાંચની રકમ સ્વીકારી હોવાનો આક્ષેપ છે.
  • એ.સી.બી.ના જણાવ્યા અનુસાર, એ.એસ.આઈ. કિરણભાઈ રોહિતે લાંચની રકમ સ્વીકારવા માટે ગર્ભિત સંમતિ આપી હતી અને બંનેએ એકબીજાની મદદગારી કરી હતી. ટ્રેપ દરમિયાન લાંચની સંપૂર્ણ રૂ.૯,૦૦૦ની રકમ રિકવર કરવામાં આવી હતી.
  • આ કાર્યવાહી વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. વાઘેલાએ સ્ટાફ સાથે હાથ ધરી હતી. વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. ગોસાઈએ પણ સ્ટાફ સાથે મદદ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button