વ્યાપાર

પ્રીમિયમ સ્માર્ટફોન મેટ્રોની પાર વિસ્તરવાનું ચાલુ છે તે જોતાં સેમસંગ ઇન્ડિયા ગેલેક્સી AIને આગળ વધારવામાં ભારતીય R&Dની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડે છે

પ્રીમિયમ સ્માર્ટફોન મેટ્રોની પાર વિસ્તરવાનું ચાલુ છે તે જોતાં સેમસંગ ઇન્ડિયા ગેલેક્સી AIને આગળ વધારવામાં ભારતીય R&Dની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડે છે
ગુરુગ્રામ : સેમસંગ ઇન્ડિયાએ સ્થાનિક રીતે વિકસિત નવીનતાઓ કંપનીના વૈશ્વિક AI રોડમેપનો ભાગ બની રહી છે ત્યારે ગેલેક્સી AIની ઉત્ક્રાંતિમાં નોઈડા અને બેંગલુરુમાં તેના R&D કેન્દ્રોના વધતા યોગદાન પર પ્રકાશ પાડ્યો છે. ગેલેક્સી Z ફોલ્ડ8 અલ્ટ્રા, ગેલેક્સી Z ફોલ્ડ8 અને ગેલેક્સી Z ફ્લિપ8ના સફળ લોન્ચ પછી સેમસંગે જણાવ્યું હતું કે ભારતમાં તેના એન્જિનિયરો ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને AI અનુભવો વિકસાવી રહ્યા છે. કંપનીએ કહ્યું કે તેના ભારતીય R&D કેન્દ્રો દ્વારા ઉત્પન્ન થતી આંતરદ્રષ્ટિ ગેલેક્સી AI સુવિધાઓને આકાર આપવામાં મદદ કરી રહી છે, જે સેમસંગના વૈશ્વિક નવીનતા નેટવર્કમાં ભારતની વધતી જતી વ્યૂહાત્મક ભૂમિકાને રેખાંકિત કરે છે.
સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રમુખ અને સીઈઓ જેબી પાર્કે જણાવ્યું હતું કે ભારતમાં સેમસંગના એન્જિનિયરો ગ્રાહકો તેમના રોજિંદા જીવનમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરે છે તે સમજવા અને તે આંતરદ્રષ્ટિને વ્યવહારુ AI અનુભવોમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. “ભારતીય ગ્રાહકો ટેકનોલોજી સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તે સમજીને અમે તેમની જીવનશૈલીને વધારવાની તકો ઓળખીએ છીએ, પછી ભલે તે નાણાકીય વ્યવસ્થાપન, સ્માર્ટ હોમ કંટ્રોલ અથવા વૃદ્ધો માટે આરોગ્ય ચેતવણીઓમાં હોય. તે આંતરદ્રષ્ટિને વ્યવહારુ ઉકેલોમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે જે રોજિંદા અનુભવોને સમૃદ્ધ બનાવે છે,” એમ તેમણે કહ્યું.
એક ઉદાહરણ પે નાઉ છે, જે ‘નાઉ બ્રીફ’ માં એક નવી સુવિધા છે, જે સેમસંગના નવીનતમ ફોલ્ડેબલ સ્માર્ટફોન પર રજૂ કરવામાં આવી છે અને તે ફક્ત ભારતીય ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે. સેમસંગના ભારતીય R&D કેન્દ્રોમાં એન્જિનિયરો દ્વારા વિકસાવવામાં આવ્યા હોઈ આ સુવિધા વપરાશકર્તાઓને આગામી બિલ ચુકવણીઓ વિશે યાદ અપાવે છે અને સેમસંગ વોલેટ દ્વારા સમયસર ચુકવણીઓ સક્ષમ બનાવે છે.
પાર્કે કહ્યું કે આ સુવિધા ગેલેક્સી AIની ઉત્ક્રાંતિ પર સેમસંગની ભારતીય એન્જિનિયરિંગ ટીમોના વધતા પ્રભાવને પ્રતિબિંબિત કરે છે: “નોઇડા અને બેંગલુરુમાં અમારાં R&D કેન્દ્રોએ ગેલેક્સી AIના લોન્ચ અને ઉત્ક્રાંતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આમાં ભારતીય ગ્રાહકોની અનન્ય જરૂરિયાતો પર આધારિત નવીનતાઓ વિકસાવવાનો સમાવેશ થાય છે.” સેમસંગે કહ્યું કે ભારતમાં તેનું લાંબા ગાળાનું રોકાણ ઉત્પાદન વિકાસથી આગળ વધે છે. કંપની તેના બૌદ્ધિક સંપદા પોર્ટફોલિયોને વિસ્તૃત કરતી વખતે AI સંશોધનને મજબૂત બનાવવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (IIT) સહિત અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે સહયોગ કરવાનું ચાલુ રાખે છે.
પાર્કે કહ્યું કે સેમસંગની અગ્રતા ફક્ત તેના એન્જિનિયરિંગ કાર્યબળને વિસ્તૃત કરવાની નથી, પરંતુ ભારતમાંથી મૂળ ટેકનોલોજી બનાવવાની છે. “અમારી પાસે IIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમ જ બહુવિધ સ્ટાર્ટઅપ્સ સાથે ભાગીદારી છે, પરંતુ અમારા કાર્યબળને વિસ્તૃત કરવા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ અમારી બૌદ્ધિક સંપદાનું વિસ્તરણ છે. ભારતમાંથી ઉદભવતી કોઈ પણ નવી ટેકનોલોજી ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે અને અમે માનીએ છીએ કે અમારાં R&D કેન્દ્રોમાંના એન્જિનિયરો પાસે તે ક્ષમતા છે,” એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે ભારતની એન્જિનિયરિંગ પ્રતિભા સેમસંગના વૈશ્વિક નવીનતા પ્રયાસોમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. “ભારતમાં વિશ્વના શ્રેષ્ઠ એન્જિનિયરિંગ પ્રતિભા પૂલમાંથી એક છે અને અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે અહીં અમારાં બે R&D કેન્દ્રો છે.”
પાર્કે કહ્યું કે ભારતમાં AI અપનાવવું પહેલાથી જ વૈશ્વિક સરેરાશ કરતાં વધી ગયું છે. ગેલેક્સી AI પર ભારતનો વધતો પ્રભાવ ત્યારે આવે છે જ્યારે દેશભરના ગ્રાહકો ઝડપથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને અપનાવી રહ્યા છે. “ભારતીય ગ્રાહકો AI અપનાવવાની દ્રષ્ટિએ વૈશ્વિક સરેરાશ કરતાં ઘણા ઊંચા ક્રમે છે. યુવા ભારતીય ગ્રાહકો ટેક-સેવી છે અને એવી ટેકનોલોજીઓનું અન્વેષણ કરવાનું પસંદ કરે છે જે હજુ સુધી અન્ય લોકો માટે વ્યાપકપણે ઉપલબ્ધ નથી,” એમ તેમણે ઉમેર્યું.
AI સાથે વધતી જતી પરિચિતતા ભારતની પ્રીમિયમ સ્માર્ટફોન બજારને પણ ફરીથી આકાર આપી રહી છે. સેમસંગે જણાવ્યું હતું કે ફ્લેગશિપ સ્માર્ટફોનની માગ મેટ્રોપોલિટન શહેરોથી આગળ વધી રહી છે, ટાયર 2 અને ટાયર 3 બજારો હવે તેના ફ્લેગશિપ વેચાણના લગભગ બેતૃતીયાંશ હિસ્સો ધરાવે છે.
“અમે અમારાં ફ્લેગશિપ ડિવાઈસીસનો લગભગ 65% ટાયર 2 અને ટાયર 3 બજારોમાં વેચીએ છીએ. ફ્લેગશિપ વેચાણ હવે ટાયર 1 શહેરો અથવા ટોચનાં 10 મહાનગરો સુધી મર્યાદિત નથી. અમે આ બજારને બે આંકડામાં વધતું જોયું છે, જે મહાનગરો કરતાં ઘણું ઝડપી છે.”
કંપનીએ આ વૃદ્ધિનું શ્રેય તેના દેશવ્યાપી રિટેઈલ નેટવર્ક અને ગ્રાહક શિક્ષણમાં સતત રોકાણને આપે છે. સેમસંગે જણાવ્યું હતું કે તે તેની ઓનલાઈન ચેનલો અને 80000થી વધુ રિટેઈલ આઉટલેટ્સ દ્વારા 18000 પોસ્ટલ કોડના ગ્રાહકો સુધી પહોંચે છે, જેને લગભગ 20000 ઇન-સ્ટોર પ્રમોટર્સ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે. પાર્કે જણાવ્યું હતું કે સૌથી મોટાં શહેરોની બહારના ગ્રાહકો પ્રીમિયમ ટેકનોલોજીનો અનુભવ કર્યા પછી વધુ ઝડપથી તેનો સ્વીકાર કરી રહ્યા છે. “એક વાર આ ગ્રાહકો નવી ટેકનોલોજી અને નવા વાતાવરણનો અનુભવ કરે છે ત્યારે સંક્રમણ દર ઘણો ઝડપી હોય છે. આ રીતે અમે ગ્રામીણ બજારના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.”
સેમસંગ માને છે કે આ પરિવર્તન ફોલ્ડેબલ સ્માર્ટફોન અપનાવવાને પણ ગતિ આપશે. પાર્કે જણાવ્યું હતું કે સેમસંગના નવીનતમ ફોલ્ડેબલ વર્ષોના સતત સુધારાનું પ્રતિનિધિત્વ કરે છે, જે ડ્યુરેબિલિટી અને વપરાશકર્તા અનુભવ શ્રેણીને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મદદ કરે છે. “અમારા ફોલ્ડેબલ્સ હવે આઠમી પેઢીમાં છે. અમે તેમને પહેલી વાર રજૂ કર્યા હતા ત્યારે ગ્રાહકો ફોલ્ડેબલ્સથી પરિચિત પણ નહોતા. આજે અમારા મુખ્ય વેચાણનો 20%થી વધુ ભાગ ફોલ્ડેબલ્સમાંથી આવે છે અને તે હિસ્સો વર્ષ દર વર્ષ વધતો રહે છે.”
તેમણે કહ્યું કે ગ્રાહકો તેમના ફોર્મ ફેક્ટરને બદલે તેઓ જે અનુભવો આપે છે તેના આધારે ડિવાઈસીસ વધુ ને વધુ પસંદ કરી રહ્યા છે. “ફોલ્ડેબલ્સ એક અલગ અનુભવ લાવે છે અને અમે ગ્રાહકોનો સંપર્ક તેમની જરૂરિયાતોના આધારે કરવા માગીએ છીએ. તેઓ બાર-ટાઈપનો સ્માર્ટફોન પસંદ કરે છે કે ફોલ્ડેબલ તે તેઓ કયા અનુભવ શોધી રહ્યા છે તેની પર આધાર રાખે છે. મને અપેક્ષા છે કે નવા ફોર્મ ફેક્ટરમાં સંક્રમણ કરતા ગ્રાહક આધારનો વિસ્તાર થતો રહેશે.”
સેમસંગે કહ્યું કે ગેલેક્સી Z ફોલ્ડ8 અલ્ટ્રા, ગેલેક્સી Z ફોલ્ડ8 અને ગેલેક્સી Z ફ્લિપ8 સાથે અદ્યતન હાર્ડવેરને જોડવાના તેના વિઝનનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે આગામી પેઢીના AI અનુભવોમાં ભારતના વધતા યોગદાનને મજબૂત બનાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button